દિવાળી પર બનાવો મીઠા શક્કરપારા, નોંધી લો સરળ રેસિપી

દિવાળીનો તહેવાર આવે અને શક્કરપારા ભુલાય તેવું બને નહીં. આજે તમને જણાવશે કે મીઠા શક્કરપારા ઘરે કેવી રીતે બનાવવા. આ શક્કરપારાને બનાવવાની રેસિપી એકદમ સરળ છે.

સામગ્રી

  • મેંદો
  • ઘી
  • એક ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચપટી ખાવાનો સોડા
  • શુદ્ધ તેલ તળવા માટે

બનાવવાની રીત

  • શક્કરપારા બનાવવા તેનો લોટ સારી રીતે બાંધવો ખુબ જરૂરી છે.
  • તો સૌપ્રથમ બાઉલમાં મેંદાનો લોટ લો.
  • પછી તેમાં ઘી, મીઠું અને જીરું નાખીને બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી ભાખરીના લોટથી થોડો નરમ લોટ બાંધો.
  • હવે લોટને 20 મિનિટ માટે સાઈડમાં મૂકી રાખો. જેથી લોટ સરસ બની જાય. દો.
  • પછી તે લોટના મોટા લુવા બનાવી.

    પાટલી પર ભાખરીની જેમ વણી લો. પચી ચપ્પાની મદદથી નાના લંબ ચોરસ ટૂકડા કરી લો.
  • હવે કડાઈને ગેસ પર રાખો અને તેમાં તેલ નાખીને ગરમ કરો. તેલ જ્યારે બરાબર ગરમ થઈ જાય, ત્યારે આ ટુકડાને તેલમાં નાખતા જાઓ. ફેરવી-ફેરવીને ફ્રાય કરી લો. ગોલ્ડન થઈ જાય ત્યારે ટિશ્યુ પેપર પર રાખો. તૈયાર છે તમારા શક્કરપારા.