આજે માણો પોચા અને ગરમા ગરમ મેથીના ભજીયાનો સ્વાદ, નોંધી લો રેસિપી

મેથીના ભજીયા એવી વસ્તુ છે કે તે ગમે તે સમયે જો ગરમા ગરમ ખાવા મળે તો મજા પડી જાય. આજે પોચા અને જાળીદાર મેથીના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી અહીં જણાવશે. આ મેથીના ગોટા તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. તો નોંધી લો મેથીના ભજીયાની રેસિપી.

મેથીના ભજીયા બનાવવા શું સામગ્રી જોઈએ?

  • મેથી,
  • કોથમરી,
  • લીલા મરચા,
  • આદુ મરચાની પેસ્ટ,
  • અજમો,
  • મીઠું,
  • ધાણાજીરું,
  • કાળા મરી પાવડર,
  • વરિયાળી,
  • લીંબુનો રસ,

મેથીના ભજીયા કેવી રીતે બનાવવા?

  • સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો, પછી તમા મેથી, કોથમરી, મરચા સમારી લો. મેથી અને કોથમરી સમારીને સારી રીતે પાણીમાં થોઈ પછી ઉમેરવી.
  • હવે તેમાં મીઠું ,અજમો, વરિયાળી, આદુ મરચાની પેસ્ટ, ચપટી ખાંડ અને કાળા મરીનો ભુકો ઉમેરો.
  • જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી બેટર બનાવો. પછી છેલ્લા ખાવાનો થોડો સોડા ઉમેરી મિક્સ કરી દો.
  • હવે કઢાઈમાં તેલ ગરમ મૂકો અને તમામ ભજીયા બરાબર તળી લો. તૈયાર છે તમારા પોચા અને જાળીદાર ભજીયા. દહી કે ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.