દૂધીના પોચા થેપલા બનાવવાની રેસિપી

થેપલા ખાવામાં એકદમ સોફ્ટ હોય તો તમારે 3 થેપલા ખાવા હોય તો પણ પાંચથી છ થેપલા ખવાઈ જાય છે. આજે આવા જ પોચા થેપલા કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. દૂધીના થેપલા આરોગ્યની દ્રષ્ટિએ પણ લાભદાયી છે.

દૂધીના થેપલા બનાવવા માટેની સામગ્રી (Dudhi Na Thepla Ingredients)

  • 1 મીડીયમ સાઈઝની દુધા
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  • 1/2 ચમચી રોક મીઠું
  • 2 ચમચી તેલ
  • કોથમીર, બારીક સમારેલી

થેપલા કેવી રીતે બનાવવા? (Dudhi Na Thepla making process)

  • સૌ પ્રથમ દીધીને ધોઈને છીણી લો.
  • મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં દૂધી, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા, થોડું તેલ અને રોક મીઠું ઉમેરો.
  • બધુ બરાબર મિક્સ કર્યા પછી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. તમે લોટ બાંધવામાં થોડા દહીં અને બાફેલું બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો.
  • થોડીવાર લોટને ઢાંકીને રાખો. પછી રોટલી અથવા તમને ગમતા આકારમાં થેપલા વણી લો.
  • હવે તવી ગરમ કરી તેલની મદદથી તેને શેકી લો. તો તૈયાર છે ગરમાગરમ દુધીના થેપલા.
  • તમે થેપલામાં વટાણા, ગાજર અથવા અન્ય શાકભાજી ઉમેરી શકો છો.
  • તેમે દહીં અથવા રાયતા કે વિવિધ પ્રકારની ચટણી સાથે સર્વ કરી શકો છો.