શરીરને મજબૂત બનાવવામાં પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે, પ્રોટીન સ્નાયુઓ એટલે મસલ્સને મજબૂત કરવાનું કામ કરે છે. કહેવાય છે કે ઈંડા, ચિકન જેવી વસ્તુઓમાં વધુ પ્રોટીન જોવા મળે છે. પરંતુ જો તમે શાકાહારી છો તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં ઇંડા કરતાં વધુ પ્રોટીન મળી આવે છે.
પ્રોટીન શરીરમાં સ્નાયુઓ બનાવવા, એનર્જી પ્રદાન કરવા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી છે.
ઘણા શાકાહારી ખોરાક પણ પ્રોટીનનો સારો સોર્સ બની શકે છે. ત્યારે જાણો પ્રોટીનયુક્ત ખોરાક વિશે.
પ્રોટીન સમૃદ્ધ શાકાહારી વસ્તુઓ
સોયાબીન
સોયાબીન પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. તેને ડાયટમાં ટોફુ, સોયા મિલ્ક, એડમામે વગેરેના રૂપમાં સામેલ કરી શકાય છે.
દાળ
દાળ પ્રોટીનનો શ્રેષ્ઠ શાકાહારી સોર્સ છે. મગની દાળ, મસૂરની દાળ, અડદની દાળ અને ચણાની દાળ વગેરેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ડેલી ડાયટમાં દાળનો સમાવેશ કરીને સરળતાથી પ્રોટીનની ઉણપને પૂર્ણ કરી શકાય છે.
પાલક
પાલકમાં આયર્ન અને પ્રોટીન બંને ભરપૂર માત્રામાં હોય છે. પાલકનું સેવન કરવાથી ઘણી શારીરિક સમસ્યાઓથી રાહત મળે છે. તેને સૂપ, સ્મૂધી અથવા વેજીટેબલના રૂપમાં ખાઈ શકાય છે.
બ્રોકોલી
બ્રોકોલીમાં પ્રોટીનની સાથે વિટામિન સી અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. તેને શાકભાજી અથવા સૂપમાં ઉમેરીને ખાઈ શકાય છે.
બ્રાઉન રાઇસ
બ્રાઉન રાઈસમાં વ્હાઈટ રાઈસ કરતાં વધુ પ્રોટીન અને ફાઈબર હોય છે. તેને દાળ કે શાકભાજી સાથે ખાઈ શકાય છે.