ચણાનાં લોટના પુડલા બનાવવાની રેસિપી

ઘરમાં કોઈને તાવ આવે ત્યારે દર્દી ખવાનું છોડી દેતા હોય છે. આવી સ્થિતિમાં ઘરમાં દાદીમાં કહે છે કે આમને પુડલું આપો. તે હેલ્થની દ્રષ્ટિએ પણ લાભ કરે છે. ઘણા લોકો સામાન્ય રીતે પણ ઘરમાં ચણાના લોટના પુડલા બનતા હોય છે. ઘણી સ્નેક્સ શોપ પર પણ મેનુમાં પુડલા હોય છે. આજે ચણાના લોટના ટેસ્ટી પુડલા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે.

ચણાનાં લોટનાં પુડલા બનાવવાની સામગ્રી

  • અજમો,
  • મેથી,
  • કોથમીર,
  • લીલું મરચું,
  • ડુંગળી,
  • ટામેટા,
  • કેપ્સીકમ,
  • ચણાનો લોટ,
  • તેલ,
  • મીઠું,
  • લાલ મરચું,
  • હળદર,
  • ધાણાજીરું.

ચણાનાં લોટનાં પુડલા બનાવવાની રીત

  • એક તપેલીમાં કોથમરી, મેથી, કેપ્સીકમ, ટામેટા, લીલું મરચું બારીક સમારી લો.
  • હવે તેમા ચણાનો લોટ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લો.
  • હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર,અજમો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી બેટર બનાવો. પછી 10 મિનિટ રહેવા દો.
  • હવે એક તવાને ગરમ કરી તેના પર 1 ચમચી તેલ લગાવીને તેના પર રોટલીની જેમ બેટર ફેલાવીને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં બન્ને બાજુ પકાવો. તૈયાર છે ચણાના લોટના પુડલા, ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.