ટેસ્ટી અને બજારમાં મળતા દાળવડા બનાવો ઘરે, આ રહી રેસિપી

ગરમા ગરમ દાલવડાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આજે ટેસ્ટી અને બજારમાં મળતા દાળવડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને જણાવશે. આ દાળવડાને તમે સમારેલી ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કરી શકો છો.

દાળવડા બનાવવા કેટલી સામગ્રી જોઈએ?

  • 1 કપ ચણાની દાળ
  • 1/2 કપ તુવેર દાળ
  • 1/4 કપ મસૂર દાળ
  • 1/4 કપ ડુંગળી, બારીક સમારેલી
  • 1/4 કપ કોથમીર, બારીક સમારેલી
  • 1/4 કપ લીલું મરચું, બારીક સમારેલ
  • 1/2 ચમચી આદુની પેસ્ટ
  • 1/2 ચમચી લસણની પેસ્ટ
  • 1/2 ચમચી જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • હીંગ

દાળવડા કેવી રીતે બનાવવા?

  • તમામ દાળને 7 કલાક પલાળીને રાખો
  • પછી પાણી કાઢી તમામ દાળને મિક્સરજારમાં લઈ લો અને અધકચરી પીસી લો.
  • હવે તેમા બારિક સમારેલી ડુંગળી, કોથમીર, લીલા મરચાં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, જીરું અને મીઠું ઉમેરો. તમે દાળ સાતે પણ આ બધી વસ્તુને અધકચરી પીસી શકો છો. જેથી ટેસ્ટ સારો આવશે.
  • પછી કઢાઈમાં તેલ ગરમ કરો. અને ભજીયાની જેમ દાળવડાને તળી લો.
  • સોનેરી થાય ત્યાં સુધી તળો, તૈયાર છે તમારા દાળવડા. ગરમાગરમ સર્વ કરો.