દિવાળી પર ઘરે બનાવો સુરતના ફેમસ ખાજા, નોંધી લો રેસિપી

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતની ફેમસ વાનગી ખાજા કેવી રીતે ભૂલાય. આજે સુરતના ફેમસ સરસિયા ખાજા ઘેરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને જણાવશે.

ખાજા બનાવવા કઈ સામગ્રી જોઈશે?

  • મેંદો,
  • તેલ,
  • પાણી,
  • કાળા મરી પાવડર,
  • ખાવાનો સોડા,
  • લીંબુનો રસ,
  • હળદર,
  • મીઠું.

ખાજા કેવી રીતે બનાવવા?

  • સૌ પ્રથમ એક પેનમાં એક સરખા માપનું તેલ અને પાણી ગરમ કરી તેમાં મીઠું અને હળદર નાખીને ઓગાળીને મિક્સ કરી લો.
  • હવે એક બાઉલમાં ચારણી વડે મેંદાના લોટને ચાળી લો અને તેલ અને પાણીના મિશ્રણને એક બાઉલમાં ઠંડુ થવા મૂકો.
  • હવે તેમાં બેકિંગ સોડા, કાળા અને સફેદ મરીનો પાવડર નાખીને ફેટીને તેમાં થોડો થોડો મેંદાનો લોટ ઉમેરીને મિક્સ કરીને લોટ બાંધીને થોડીવાર સેટ થવા દો.
  • હવે લોટના એક સરખા ત્રણ ભાગ કરી પછી એક ભાગના નાના નાના ટુકડા કરી ફરીથી ગરમ પાણીમાં સ્ટીમ કરીને લોટના ત્રણેય ભાગને ફરીથી કૂણીને સોફ્ટ લોટ બનાવી લો.
  • હવે લોટમાંથી લૂઆ બનાવી પુરીની જેમ હાથેથી ગોળ ખાજા બનાવી તેમાં આંગળી વડે કાણાં પાડીને એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ખાજા તળી લો. તૈયાર છે સુરતના ફેમસ ખાજાની રેસીપી, તમે કેરીના રસ સાથે આનંદ માણી શકો છો.