શરદ પૂર્ણિમાના દિવસે બનાવવામાં આવતી ગુજરાતી વાનગી દૂધ પોહા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાં ખીર રાખવાની પ્રથા ઘણી જૂની છે. માનવામાં આવે છે કે આ દિવસે ખુલ્લા આકાશમાં રાખવામાં આવેલી આ ખીરને ખાવાથી તમામ રોગોથી મુક્તિ મળે છે.
આજે અમે તમને દૂધ પોહાની ટેસ્ટી રેસીપી બનાવતા જણાવી રહ્યા છે.
દૂધ પોહા ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે જાણો દૂધ પોહા બનાવવાની સ્વાદિષ્ટ સરળ રેસીપી.
દૂધ પોહા બનાવવા માટેની સામગ્રી
- 2 કપ જાડા પોહા
- 3 કપ દૂધ
- 1/2 ટીસ્પૂન કેસર
- 1 ચમચી એલચી પાવડર
- 4 થી 6 ચમચી ખાંડ
- 1/4 ચમચી જાયફળ પાવડર
- 1/3 કપ મિશ્ર ડ્રાય ફ્રૂટ (કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ)
દૂધ પોહા બનાવવાની રીત
- દૂધમાં કેસર, એલચી, જાયફળ અને ખાંડ મિક્સ કરી લો.
- જો તમે કિસમિસનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને દૂધમાં ઉમેરી દો, જેથી તે દૂધ શોષી લે અને ફૂલી જાય.
- તેને 10 મિનિટ માટે બાજુ પર રાખો.
- તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો, જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય.
- જો તમે અગાઉથી મસાલા દૂધ બનાવી લીધું હોય તો, તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો.
- મસાલા દૂધમાં પોહા ઉમેરો.
- ત્યારબાદ ડ્રાય ફ્રુટ્સ મિક્સ કરો.
- તેને 10 મિનિટ માટે બાજુ પર રાખો, જેથી પોહા દૂધમાં સમાઈ જાય.
- દૂધ પોહાને ફ્રિજમાં ન રાખો કારણ કે પૌઆ ખૂબ જ કઠણ બની જાય છે.
- આ રેસીપી બનાવવા માટે હંમેશા જાડા પોહાનો ઉપયોગ કરો.