શિયાળાના આગમન સાથે જ માર્કેટમાં લીલું લસણ અને લીલી ડુંગળી આવવા લાગશે. તેમાય લીલા લસણ અને લીલી ડુંગળીના ભજીયા ખાવાની મજાજ અલગ છે. આ ભજીયાનો ટેસ્ટ જ અલગ આવે છે. કાઠિયાવાડમાં તો સ્પેશિયલ પોગ્રામમાં આ પ્રકારના ભજીયા વધુ બને છે. આ ભજીયામાં લીલા લસણ અને લીલી ડુંગળીનું પ્રમાણ વધારે હોય છે. તો ચાલો બનાવીએ કાઢિયાવાડી સ્ટાઈલમાં જેને વાડીના પ્રોગ્રામના ભજીયા પણ તમે કહી શકો તેવા લીલા લસણ અને ડુંગળીના ભજીયા.
લીલા લસણ અને ડુંગળીના ભજીયા બનાવવા કેટલી સામગ્રી જોઈશે?
- લીલું લસણ,
- લીલી ડુંગળી,
- ચણાનો લોટ,
- મીઠું,
- અજમો,
- હિંગ,
- કોથમરી,
- મેથી,
- લીલા મરચા,
- આદુ,
- તેલ,
- ખાવાનો સોડા,
- પાણી.
લીલા લસણ અને લીલી ડુંગળીના ભજીયા કેવી રીતે બનાવવા?
- સૌ પ્રથમ મોટા બાઉલમાં ચણાનો લોટ લો. પછી તેમા સમારેલું લીલું લસણ, લીલી ડુંગળી, સમારેલા મરચા,કોથમરી, મેથી ઉમેરો.
- પછી તેમા અજમો, હીંગ, મીઠું, ખમણેલું આદું અને જરુર મુજબ પાણી ઉમેરી બેટર બનાવો.
- હવે તેમા ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં હળવા હાથે ભજીયાને ગરમ તેલમાં મૂકો.
- ભજીયા હળવા ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- તૈયાર છે આપણા ક્રિસ્પી લીલા લસણ અને લીલી ડુંગળીના ભજીયા,તમે સર્વ કરી કરી શકો છો.