ઠંડીના આગમન સાથે જ રીંગણનો ઓળો પણ જમવામાં પહેલા આવે. ટેસ્ટી અને ઢાબા સ્ટાઈલ રીંગળનો ઓળો કેમ બનાવવો તે બધાને મુંજવતું હોય છે. આજે તમને જણાવશે કે સ્વાદિષ્ટ રીંગણનો ઓળો કેવી રીતે બનાવવો. તમે તેને રીંગણનો ઓળો, રીંગણનું ભરતું કે બૈંગન ભરતા પણ કહી શકો છો.
રીંગણનો ઓળો બનાવવા કઈ સામગ્રી જોઈશે?
- 1 મોટું રીંગણ
- 2 મધ્યમ કદની ડુંગળી, બારીક સમારેલી
- 2 લીલા મરચાં, બારીક સમારેલા
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 1/2 ચમચી જીરું
- 1/2 ચમચી ધાણા પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- 2 ચમચી તેલ
- કોથમીર
રીંગણનો ઓળો કેવી રીતે બનાવશો?
- રીંગણને ધીમા ગેસ આંચ પર શેકી લો અથવા ઓવનમાં 20 મિનિટ સુધી પકાવો. રીંગળને શેકતી વેલાએ થોડું તેલ લગાવો જેથી શેકાયા પછી છાલ ફટાફટ ઉતરી જશે.
- પછી રીંગણને ઠંડુ થવા દો અન તેની છાલ ઉતારી લો. પછી સારી રીતે તેને મેશ કરો.
- એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં ડુંગળી, લીલા મરચાં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ નાખીને સાંતળો. જો લીલી ડુંગળી અને લસણ હોય તો તેનો ઉપયોગ કરો તેનાથી સ્વાદ બેવડાઈ જશે.
- પછી જીરું, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો.
- હવે છૂંદેલા રીંગણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.