કાજુને આપો ચટપટો ટચ, રોસ્ટેડ ફુદીના કાજુ ઘરે જ બનાવો

દિવાળીનો તહેવાર એટલે ખુશીનો તહેવાર. આનંદ અને ઉત્સાહનો તહેવાર. ત્યારે દિવાળી પર્વ પર આપણે ઘરમાં નવી રસોઇ અને નવા નાસ્તા બનાવીએ છીએ. આપણે એવો આગ્રહ હોય કે મહેમાનને કંઇક નવુ અને અલગ જ પીરસીએ. ત્યારે આવો આજે આપણે એક એવી રેસિપી શીખીશું. જે ખાવામાં તો ચટપટી અને કંઇક નવી પણ લાગશે.

કાજુની ટેસ્ટિ અને ક્રિસ્પી રેસિપી

આ એવી રેસિપી છે જે તમે બનાવીને સ્ટોર કરી શકો છો.

આ રેસિપી બનાવાવ માટે કંઇ ખાસ સમય પણ લાગતો નથી. બસ તમારે જોઇએ મેઇન વસ્તુ તો તે છે કાજુ. કાજુ તો આપણે ખાઇએ જ છીએ પરંતુ હવે કાજુમાં પણ ફ્લેવર એડ કરીએ તો. ત્યારે આજે આપણે બનાવીશું રોસ્ટેડ ફુદીના કાજુ. આવો જાણીએ બનાવવાની રીત

શેકેલા ફુદીના કાજુ બનાવવા માટેની સામગ્રી-

  • 2 ચમચી ઘી
  • 250 ગ્રામ કાજુ
  • ¼ ચમચી મીઠું
  • ⅛ ચમચી કાળું મીઠું
  • ¼ ચમચી કાળા મરી પાવડર
  • 1 ચમચી ફુદીનો પાવડર
  • ½ ટીસ્પૂન ચાટ મસાલા પાવડર

શેકેલા ફુદીના કાજુ બનાવવાની રીત-

  • શેકેલા ફુદીના કાજુ બનાવવા માટે સૌપ્રથમ મધ્યમ આંચ પર એક પેનમાં ઘી ગરમ કરો.
  • ગરમ ઘી થાય પછી તેમાં કાજુ ઉમેરીને મધ્યમ તાપ પર શેકાવા દો.
  • કાજુ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
  • હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં શેકેલા કાજુને બહાર કાઢો.
  • ગરમ કાજુમાં બાકીની બધી સામગ્રી ઉમેરો.
  • મસાલો કાજુ સાથે બરાબર ભળી જાય તે રીતે મિક્સ કરી લો.
  • ધ્યાનમાં રાખો કે કાજુ સરસ રીતે મસાલામાં મિક્સ થઇ ગયા હોય
  • હવે કાજુને એક એર ટાઇટ ડબ્બામાં ભરી લો.
  • 15 દિવસ માટે તમે આ રોસ્ટેડ કાજુનો સંગ્રહ કરી શકો છો.