એકલું તરબૂચ નથી ભાવતું! ફટાફટ બનાવો ખાસ ડિશ

  • શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખશે
  • સલાડનું સેવન હેલ્થ અને ટેસ્ટ બંનેમાં લાભદાયી
  • આર્યન અને હિમોગ્લોબિનનો બેસ્ટ સોર્સ

3 ઓગસ્ટે નેશનલ વોટરમેલન દિવસની ઉજવણી કરાય છે. તરબૂચની ખાસિયત છે કે તે શરીરમાં પાણીની માત્રાને ઓછું થવા દેતું નથી. આ ઉપરાંત તરબૂચમાંથી મોટા પ્રમાણમાં આયર્ન અને હિ‌મોગ્લોબિન મળી રહે છે. તમે તેને સીધું યૂઝ કરવાને બદલે જ્યુસ કે સલાડમાં પણ વાપરી શકો છો.

તો જાણો કેવી રીતે તૈયાર થશે આ હેલ્ધી સલાડ.

વોટર મેલન સલાડ

સામગ્રી

-4 કપ તરબૂચના ટુકડા

-1/2 કપ ઓલિવ ઓઈલ

-2 ટેબલ સ્પૂન તરબૂચના બી સૂકાં

-2 ટી સ્પૂન ફૂદીનાના પાન

-2 ટેબલ સ્પૂન વિનેગર

-2 ટેબલ સ્પૂન નારંગીનો જ્યૂસ

-કાળા મરી પાવડર સ્વાદાનુસાર

રીત

બધી જ સામગ્રીને એક મોટા બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ફ્રિજમાં બેથી ત્રણ કલાક ઠંડુ થવા મૂકો. કૂલ-કૂલ સલાડને જમતી વખતે સર્વ કરો.