ભજીયા તો તમે ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરીએ પાલકના ભજીયા. આ ભજીયાને બહારથી જોવામાં સમાન્ય ભજીયા જેવા જ લાગશે. પરંતુ ખાવામાં ટેસ્ટી હોય છે. તો ચાલો બનાવીએ પાલકના ભજીયા કે પાલકના પકોડા. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ પાલક પોષકતત્વોથી ભરપૂર હોય છે.
પાલકના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી
- 1 કપ પાલકના પાન
- 1/2 કપ ચણાનો લોટ
- 1/4 ચમચી અજમ
- 1/4 ચમચી જીરું
- 1/4 ચમચી હળદર પાવડર
- 1/4 ચમચી લાલ મરચું પાવડર
- 1/4 ચમચી ગરમ મસાલા પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- તળવા માટે તેલ
- આમાં તમે સમારેલું લસણ, ડુંગળી, કોથમરી પણ ઉમેરી શકો છો.
પાલકના ભજીયા બનાવવાની રીત:
- પાલકના પાનને સાફ કરીને બારીક સમારી લો.
- એક મોટી તપેલીમાં ચણાનો લોટ, અજમો, જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરો.
- તેમાં સમારેલા પાલકના પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- ઘટ્ટ બેટર બનાવવા માટે ધીમે ધીમે પાણી ઉમેરો.
- એક પેનમાં તેલ ગરમ કરો અને આ બેટરમાંથી નાના પકોડા બનાવો અને તેને તળી લો.
- જ્યારે પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને કાઢી લો. તૈયાર છે તમારા પાલકના ભજીયા, ગરમાગરમ સર્વ કરો.