માત્ર 10 મિનિટમાં બનાવો આલૂ-બૂંદીનું શાક, ખાનારા આંગળીઓ ચાટતા રહી જશે

જો તમે તમારા રોજિંદા ભોજન માટે કોઈ સરળ અને સ્વાદિષ્ટ શાક બનાવવાનું વિચારી રહ્યા છો, તો આજે આ લેખમાં અમે તમને બટાકા અને બૂંદીનું રસાદાર શાક કેવી રીતે બનાવવું તે શીખવીશું. તેમાં બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે, જે તમને તમારા રસોડામાં મળશે. તો આવો જાણીએ આ શાક બનાવવાની સરળ રીત.

આલૂ-બૂંદીનું શાક બનાવવાની સામગ્રી

બટાકા – 3-4 મધ્યમ કદના (નાના ટુકડાઓમાં કાપેલા)
બૂંદી – 1 કપ
ડુંગળી – 1 (મધ્યમ કદની બારીક સમારેલી)
ટામેટું – 1 (બારીક સમારેલું)
લીલા મરચા – 1-2 (સ્લાઈસમાં કાપેલા)
આદુ – 1 ઇંચનો ટુકડો (છીણેલું)
જીરું – 1/2 ટીસ્પૂન
રાઈ – 1/2 ટીસ્પૂન
હળદર – 1/2 ટીસ્પૂન
ધાણાજીરું- 1 ટીસ્પૂન
લાલ મરચું પાવડર – 1/2 ટીસ્પૂન (સ્વાદ મુજબ)
ગરમ મસાલો – 1/2 ટીસ્પૂન
મીઠું – સ્વાદ મુજબ
કોથમરી – 2-3 ચમચી (ઝીણી સમારેલી)
તેલ – 2 ચમચી

આલૂ-બૂંદીનું શાક બનાવવાની રીત

બટાકાને છોલીને તેના નાના ટુકડા કરી લો અથવા તમે બાફેલા બટાકા લઈ તેના નાના ટુકડા કરી શકો છો.
જો બૂંદી સુકાઈ ગઈ હોય તો તેને નરમ કરવા માટે તેને 10-15 મિનિટ પાણીમાં પલાળી રાખો અને પછી પાણી કાઢી લો. તમે શાકમાં સીધી બુંદી પણ ઉમેરી શકો છો.
કઢાઈમાં તેલ ગરમ કરો જ્યારે તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું અને રાઈ નાખો. થોડીવાર તેને સાતળો.
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સોનેરી થઈ જાય એટલે તેમાં આદુ અને લીલા મરચા ઉમેરો. એક મિનિટ માટે ફ્રાય કરો.
સમારેલું ટામેટું ઉમેરી અને ટામેટું નરમ થાય ત્યાં સુધી પકાવો.
ત્યાર બાદ તેમાં હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મસાલા તેલ છોડવા માંડે ત્યાં સુધી તળો.
હવે તેમાં સમારેલા બટેટા ઉમેરો. બટાકાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો, એક કપ પાણી ઉમેરો, ઢાંકી દો અને બટાકાને મધ્યમ તાપ પર 5-6 મિનિટ સુધી અથવા બટાકા સંપૂર્ણ રીતે પાકી ન જાય ત્યાં સુધી થવા દો.
બટેટા બફાઈ જાય એટલે તેમાં પલાળેલી બુંદી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જો શાક વધારે જાડું લાગે તો તમે થોડું વધારે પાણી ઉમેરી શકો છો. મીઠું અને ગરમ મસાલો ઉમેરો. એકવાર સારી રીતે મિક્સ કરો અને વધુ 2-3 મિનિટ પકાવો.
છેલ્લે લીલા ધાણાથી ગાર્નિશ કરો. તૈયાર છે ગરમાગરમ આલૂ-બૂંદીનું શાક. તેને રોટલી, પરાઠા અથવા ભાત સાથે સર્વ કરો. ગરમ પીરસો અને તમારા પરિવાર સાથે આનંદ માણો આશા છે કે તમારા પરિવારને આ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી ગમશે!