શ્રાવણ સોમવારના ઉપવાસ પર બનાવો સાબુદાણાની ખીર, દિવસભર એનર્જી રહેશે

હાલમાં શ્રાવણ (Sawan 2024) મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના ભક્તો ઉપવાસ કરતા હોય છે. કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો તો કેટલાક શ્રાવણ મહિનાના સોમવારના રોજ ઉપવાસ કરતા હોય છે. ત્યારે જો તમે પણ ઉપવાસ કરો છો, તો આજે અમે તમને ઉપવાસ દરમિયાન સેવન કરી શકાય તેવી સાબુદાણાની ખીરની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છે.

સાબુદાણાની ખીરનું સેવન કર્યા બાદ તમને ઉપવાસ દરમિયાન દિવસભર એનર્જી રહેશે.

સાબુદાણાની ખીર બનાવવા માટેની સામગ્રી (2 લોકો માટે)

4 ચમચી સાબુદાણા
1 લિટર દૂધ
એક કપ પાણી
6 ચમચી ખાંડ
1 ચમચી એલચી પાવડર

સાબુદાણાની ખીર બનાવવાની રીત

  • સૌ પ્રથમ સાબુદાણાને ધોઈને 15-20 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખી દો.
  • તેનું પાણી અલગ કરીને એક બાજુ દૂધ ગરમ કરો.
  • તેમાં 4-5 ચમચી આ જ પાણી ઉમેરો.
  • ગેસની આંચ મીડીયમ રાખો અને એક પેનમાં દૂધને ઉકળવા દો.
  • જ્યારે દૂધ 3-4 વાર ઉકળી જાય ત્યારે તેમાં સાબુદાણા ઉમેરીને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવા દો.
  • ધ્યાન રાખો કે, તે પેનના તળિયે ચોંટી ન જાય.
  • જ્યારે સાબુદાણા બરાબર થઈ જાય એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર નાખો.
  • ખાંડ ઉમેર્યા પછી તેને વધુ 5 મિનિટ માટે પકાવો.
  • આ પછી ગેસ બંધ કરી દો.
  • તૈયાર છે સાબુદાણાની ખીર.