ગુજરાતમાં દરેક સ્થળની એક અવનવી ફૂડ આઈટમ ફેમસ છે. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા ખંભાતના સુકા ભજીયા ખૂબ જ વખણાય છે. ત્યારે આજે અમે તમને ખંભાતના સુકા ભજીયા બનાવવાની સરળ રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છે. જાણો.
સૂકા ભજીયા રેસિપી
ખંભાતના સુકા ભજીયા બનાવવા માટેની સામગ્રી
1/2 વાટકી ચોખાનો લોટ
1+1/2 વાટકી ચણાનો કકરો લોટ
1/2 ચમચી હળદર
1/2 ચમચી આખા ધાણા
2 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી તલ
1/2 ચમચી વરિયાળી
2 ચમચી શેકેલા શીંગદાણા અઘકચરા વાટેલા
8 થી 10 નંગ સમારેલા મીઠા લીમડાના પાન
8 થી 10 નંગ કાળા મરી
સ્વાદ પ્રમાણે મીઠું
2-3 ચમચી તેલ
પાણી
તળવા માટે તેલ
ખંભાતના સુકા ભજીયા બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાડકામાં તમામ સામગ્રી લઈને બરાબર મિક્સ કરી લો. (પાણી અને તેલ સિવાયની)
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરો.
રોટલીના લોટ કરતા કઠણ અને ભાખરીના લોટ કરતા થોડુંક ઢીલું હોય તેવું ખીરું તૈયાર કરી લો.
તેને પાંચથી દસ મિનિટ સુધી રહેવા દો.
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચ પર કડક થાય તેવા ભજીયા શેકી લો.
ઠંડા થયેલા ભજીયાને ડબ્બામાં ભરી લો.
આ તૈયાર થયેલા ભજીયાને તમે લગભગ એક મહિના સુધી સાચવી શકો છો.