ADVERTISEMENT
ADVERTISEMENT

તૈયાર મળતી ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો ઘરે, નોંધી લો રેસિપી

બાળકોને પ્રિય કોઈ વાનગી હોય તો તે ફ્રેન્ચ ફ્રાઈસ હોય છે. બહાર ફરવા જઈએ તો બાળકોની આ ફરમાઈશ આવતી જ હોય છે. આજે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે. બજાર જેવી ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે અહીં અમે આપેલી ટિપ્સ અનુસરજો.

ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • બટાકા
  • મીઠું
  • મરી પાવડર
  • લાલ મરચા
  • કોથમરી
  • રાજગરાનો લોટ
  • લીંબુ
  • તેલ

ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • પાંચ મોટી સાઈઝના બકાટા લો. તેને સારી રીતે ધોઈ તેની છાલ ઉતારી લો. પછી તેને ફ્રેન્ચ ફ્રાય આકારમાં કાપી લો. મશીન ન હોય તો ચપ્પાની મદદથી કાપી લો.
  • પછી સમારેલા બટાકાને પાણીમાં રાખી મૂકો.

    પછી ગેસ પર એક મોટી તપેલીમાં પાણી લો અને તેમા થોડું મીઠું ઉમેરો અને આ સમારેલી ફ્રેન્ચ ફ્રાઈલને પાંચ મિનિટ તેને ઉકાળી લો.
  • પછી પાણી નિતારી આ બટાકાની ફ્રેન્ચ ફ્રાયને કોટનના કપડામાં મૂકી ઠંડા થવા દો.
  • ઠંડા થઈ જાય એટલે તેને એક તપેલીમાં લઈ લો. પછી તેમા મીઠું, મરી પાવડર, લીલા સમારેલા મચરા, સમારેલી કોથમરી, થોડો ફરાળી રાજગરાનો લોટ ઉમેરી બધી બરાબર મિક્સ કરો. થોડો લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરી મિક્સ કોર. જરૂર મુજબ તમે લોટ ઉમેરી શકો.
  • હવે ગેસ પર તેલ ગરમ મૂકો.

    પછી આ ચિપ્સ તેમા તળી લો. ત્રણ મિનિટ જેવી તલી લો. પછી બહાર કાઢી લો. તો તૈયાર છે તમારા ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ.