શ્રાવણ મહિનાને હવે ગણતરીના દિવસો બાકી છે. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે વ્રત પણ શરૂ થઈ જશે. સાથે ઘણા લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ પણ કરતા હોય છે. આજે ઉપવાસમાં ખવાય તેવો બટાકાનો હલવો ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી આજે તમને અહીં જણાવશે.
બટાકાનો હલવો બનાવવાની સામગ્રી
બાફેલા બટેટા,
ઘી,
ખાંડ,
કેસર દૂધ,
દૂધ મલાઈ,
ઈલાયચી પાવડર .
બટાકાનો હલવો બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ બટાકને બાફી તેની છાલ ઉતારીને તેની મેશ તૈયાર કરો.
સ્ટેપ- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં બટાકાની તૈયાર કરેલી મેશ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ- 3
હવે તેમાં ખાંડ અને કેસરનું મિશ્રણ ઉમેરી મિક્સ કરીને પકાવો.
સ્ટેપ- 4
હવે ક્રિમી હલવો બનાવવા માટે તેમાં દૂધની મલાઈ ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે તમારો ઉપવાસ સ્પેશિયલ બટાકાનો હલવો તમે બદામ પીસ્તા ગાર્નિશ કરીને સર્વ કરો.