ડિનરમાં કંઈક સારું અને સ્પેશિયલ બનાવવાનું મન થઈ રહ્યું છે તો ટ્રાય કરો મશરૂમ ટિક્કા મસાલાની આ ટેસ્ટી રેસિપી. આ રેસિપીની વિશેષતા એ છે કે તે મોટી ઉંમરના લોકોથી લઈને બાળકો સુધી દરેકને પસંદ આવશે. આ રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે જ તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મશરૂમ ટિક્કા મસાલા કેવી રીતે બનાવી શકાય છે.
મશરૂમ ટીક્કા મસાલા બનાવવા માટે સામગ્રી
- મશરૂમ – 250 ગ્રામ
- દહીં- અડધો કપ
- લાલ મરચું – 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચું – 2 ચમચી
- હળદર – 2 ચમચી
- ધાણાજીરું પાવડર – 2 ચમચી
- ચણાનો લોટ – 4 ચમચી
- ગરમ મસાલો – 2 ચમચી
- તેલ – 2 ચમચી
- જીરું – 1 ચમચી
- ડુંગળી – 2/3
- લસણ – 4/5
- આદુ – એક નાનો ટુકડો
- ટામેટા – 2/3
- સુકા મસાલા – જરૂરિયાત મુજબ
- કાજુ – 4 ચમચી
- તમાલપત્ર- 2
- કોથમીર – ગાર્નિશ માટે
- મીઠું – સ્વાદ મુજબ
બનાવવાની રીત
- મશરૂમ ટિક્કા મસાલા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં દહીં લો. પછી તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું પાવડર, ચણાનો લોટ અને ગરમ મસાલો નાખીને મિક્સ કરો.
- આ પછી આ મિશ્રણમાં મશરૂમ્સ નાખીને સારી રીતે મિક્સ કરી લો. પછી તેને લગભગ 15-20 મિનિટ સુધી મેરિનેટ થવા માટે રાખી દો.
- આ પછી એક પેનમાં થોડું તેલ નાખીને ગરમ કરો. પછી તેમાં મેરીનેટ કરેલા મશરૂમ્સને ઉમેરીને સારી રીતે ફ્રાય કરીને તેને એક વાસણમાં કાઢી લો.
- આ પછી તે જ કડાઈમાં થોડું તેલ ઉમેરો. પછી તેમાં જીરું નાખીને બરાબર હલાવો. આ પછી તેમાં ડુંગળી, લસણ, આદુ અને ટામેટા નાખીને નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.
- પછી તેમાં બધા સૂકા મસાલા, મીઠું અને કાજુ નાખીને ફ્રાય કરી લો. આ પછી આ મિશ્રણને થોડું ઠંડુ કરીને તેને મિક્સરમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
- પછી તે જ પેનમાં ફરી એકવાર થોડું તેલ નાખીને ગરમ કરો. આ પછી તેમાં તમાલપત્ર અને કાશ્મીરી લાલ મરચું નાખીને ફ્રાય કરી લો.
- પછી તેમાં પીસેલા મસાલા ઉમેરો અને તેલ અલગ ન થાય ત્યાં સુધી બરાબર પકાવી લો. આ પછી તેમાં ફ્રાય કરેલા મશરૂમ્સ નાખો અને બરાબર મિક્સ કરી લો.
- પછી તેમાં થોડું પાણી ઉમેરીને થોડીવાર પકાવીને ગેસ બંધ કરી દો. બસ હવે તૈયાર છે તમારું સ્વાદિષ્ટ મશરૂમ ટિક્કા મસાલા.
- તેને બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમાગરમ રોટલી, પરોઠા અથવા નાનની સાથે સર્વ કરો.