મેથી-પાપડનું શાક ઘણા લોકોનું પ્રિય હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ મેથી લાભદાયી છે. આજે મેથી-પાપડનું શાક બધાને ભાવે તેવું કેવી રીતે ઘરે બનાવવું તેની રેસિપી તમને જણાવશે.
મેથી પાપડનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:
- 1 કપ મેથી
- 1 કપ પાપડના ટૂકડા
- 2 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
- 2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા
- 1 લીલું મરચું, બારીક સમારેલ
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 1 ચમચી જીરું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1/2 ચમચી હળદર
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- 2 ચમચી તેલ
- કોથમીર, ગાર્નિશ કરવા
મેથી પાપડનું શાક બનાવવાની રીત:
- સૌથી પહેલા મેથીને 6 કલાલ માટે પલાળી દો. પછી તેને કૂકરમાં બાફી લો અને તેમાંથી પાણી અલગ કરી દો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો.
- જીરું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો અને ફ્રાય કરો.
- હવે તેમા મેથી અને પાપડના ટૂકડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- મીઠું અને પાણી મિક્સ કરો અને ધીમી આંચ પર 5-7 મિનિટ સુધી પકાવો. તૈયાર છે તમારું મેથી-પાપડનું શાક. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.