મેથીના નહીં આજે ટ્રાય કરો કોબીના ભજીયા, સાચવી રાખો આ રેસિપી

મંચુરિયનમાં તો કોબીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તેમે તે ખાધા પણ હશે. પરંતુ શું તમે કોબીના ભજીયા ટ્રાય કર્યા છે. આજે કોબીના સ્વાદિષ્ટ ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી અમે જણાવીશું.

કોબીના ભજીયા બનાવવાની સામગ્રી

  • 1 કપ બારિક સમારેલી કોબી
  • 1/2 કપ ચણાનો લોટ
  • 1/4 ચમચી અજમો
  • 1/4 ચમચી જીરું
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ

કોબી પકોડા બનાવવાની રીત:

1). એક મોટી તપેલીમાં ચણાનો લોટ લો. પછી તેમા અજમો, જીરું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર અને મીઠું ઉમેરો.
2). આ બધી વસ્તુ બરાબર મિક્સ કરો અને તેમા જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરો.
3). એક પેનમાં તેલ ગરમ કરો અને આ બેટરમાંથી નાના ભજીયા પાડી તેને તળી લો.
4). જ્યારે ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને કાઢી લો અને ગરમાગરમ સર્વ કરો.
5). આ ભજીયાને તમે દહીંની ચટણી, આંબલીની ચટણી કે ખજૂરની ચટણી સાથે પીરસી શકો છો.