રોજિંદા ભજીયાને કહો બાય બાય,માણો રાજસ્થાનના તીખા તમ તમતા મિર્ચી વડા

  • વરસાદી માહોલમાં ગરમા ગરમ ભજીયા ખાવાની અનોખી મજા
  • ઘરે જ ઝટપટ તૈયાર થઇ જશે મિર્ચી વડા
  • ખાવામાં ટેસ્ટી અને લાગશે કંઇક નવો જ સ્વાદ

હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. મેઘો મૂશળધાર વરસી રહ્યો છે. ત્યારે આવી સિઝનમાં જો ગરમા ગરમ ભજીયા ખાવા મળે તો કેટલી મજા પડે.. તેમાં પણ જો સાથે ચા મળી જાય તો ટેસલો પડી જાય. ત્યારે આજે આવી જ એક રેસિપી તમારી સામે લઇને આવ્યા છીએ.

જે સ્વાદમાં તો છે એક દમ ચટાકેદાર અને પાછા ભજીયા ખાવાના શોખીનોને કંઇક અલગ જ સ્વાદ મળી રહેશે.

કંઇક અલગ રીતે બનાવો ભજીયા

તમે મરચાના ભજીયા તો ખાધા જ હશે. પરંતુ આજે તમને જણાવીશુ રાજસ્થાનના તીખા તમ તમ ભજિયા. જેને તમે ચા સાથે પણ સાંજે નાસ્તામાં ખાઇ શકો છે. આ રાજસ્થાની મિર્ચી વડા બનાવવા પણ એટલા જ સરળ છે. જેમાં માત્ર લીલુ મરચુ જ નહી પરંતુ અનેક મસાલેદાર ચટપટા મસાલાનું પુરણ પણ હોય છે. ત્યારે આવો જાણીએ કેવી રીત બનાવશો મિર્ચી વડા.

મિર્ચી વડા બનાવવા શું જોઇશે ?

  • 10 થી 12 લાંબા લીલાં મરચાં
  • બે બાફેલા બટેટા
  • બે કપ ચણાનો લોટ
  • બારીક સમારેલી કોથમીર
  • ફુદીનો, આદુ લસણની પેસ્ટ
  • હિંગ, બારીક સમારેલા લીલા મરચાં
  • લાલ મરચું, ધાણા પાવડર.
  • હળદર પાવડર, ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ

જાણી લો રીત

  • પ્રથમ તમારે લીલા મરચાને ધોઈને વચ્ચેથી એક ચીરો કરવાનો. હવે તેની અંદરના તમામ બિયા બહાર કાઢી લો. બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં બાફેલા બટાકા, લીલા ધાણા, ફુદીનો, આદુ અને લસણની પેસ્ટ, થોડા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો.
  • આ પેસ્ટની મદદથી નાની ટિક્કી બનાવો અને પછી અંદર લીલા મરચા ભરી દો. આ પછી ચણાના લોટનું ખીરુ બનાવવા માટે, એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. થોડા બારીક સમારેલા લીલા મરચા, મીઠું, એક ચપટી હળદર, એક ચમચી તેલ અને થોડું પાણી ઉમેરીને સોલ્યુશન તૈયાર કરો. હવે આ ભરેલા મરચાને ખીરામાં સોલ્યુશનની અંદર બોળી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ખીરામાં મરચા ડીપ કરીને તળી લો.
  • જ્યારે વડા ગોલ્ડન બ્રાઉન રંગના થવા લાગે ત્યારે તેને તેલમાંથી કાઢી લો,હવે એક પ્લેટમાં તેને લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.