કાઠિયાવાડી સ્ટાઈલમાં રસાવાળું સેવ-ટામેટાનું શાક બનાવવાની રેસિપી

સેવ ટામેટાનું શાક ઢાબા જેવું કા કાઠિયાવાડી સ્ટાઈલનું હોય તો જવામા મજા પડી જાય છે. કાઢિયાવાડી સ્ટાઈલમાં રસાવાળું સેવ ટામેટાનું શાક ઘરે સરળતાથી કેવી રીતે બનાવવું તેની રેસિપી અમે અહીં જણાવશું.

સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી

  • સામગ્રી
  • ટામેટાં,
  • સેવ,
  • જીરું,
  • રાઈ,
  • ડુંગળી,
  • આદું-લસણની પેસ્ટ,
  • લીલું મરચું,
  • ખાંડ,
  • લાલ મરચું પાઉડર,
  • હળદર,
  • ધાણાજીરું,
  • ગરમ મસાલો,
  • કોથમીર,
  • તેલ,
  • મીઠું,
  • પાણી.

સેવ ટામેટાનું શાક બનાવવાની

  • સ્ટેપ-1
    એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ-જીરું નાખીને ડુંગળી, આદું-લસણની પેસ્ટ, કાપેલું લીલું મરચું ઉમેરીને સાંતળો.
  • સ્ટેપ-2
    હવે તેમાં સમારેલા ટામેટાં, મીઠું, ખાંડ અને હળદર નાખીને 2 મિનિટ પકાવો.
  • સ્ટેપ-3
    હવે તેમાં થોડું પાણી ઉમેરીને 4-5 મિનિટ સુધી પકાવો.
  • સ્ટેપ-4
    હવે તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલા પાઉડર,ધાણાજીરું અને સેવ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. સેવ ટામેટાંના શાકને પીરસવાના બાઉલમાં કાઢો અને કોથમરીથી ગાર્નિશ કરો.