શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીર

શ્રાવણ માસમાં પુણ્યનું ભાથુ ભરવા માટે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે. શ્રાવણ માસ મહાદેવનો પ્રિય મહિનો છે. આ ઉપવાસ દરમિયાન દરેક ઘરમાં અવનવી વાગનીઓ પણ બનતી હોય છે. આજે આપણે શ્રાવણ માસના ઉપવાસમાં
સાબુદાણાની ખીર
કેવી રીતે બનાવવી તેની રેસિપી જોઈશું.

સાબુદાણાની ખીર બનાવવાની સામગ્રી

સાબુદાણા 1 કપ,
દૂધ,
ખાંડ,
કેસર,
કાજુ,
બદામ,
પિસ્તા,
એલચી પાવડર

સાબુદાણાની ખીર બનાવવાની રીત

સ્ટેપ- 1
સૌ પ્રથમ સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈને 1 કલાક માટે દૂધમાં પલાળી રાખો.

સ્ટેપ- 2
હવે એક કડાઈમાં પાણી અને દૂધ ઉમેરીને ગરમ કરીને ઉકાળી લો.

સ્ટેપ- 3
હવે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરો અને ધીમી આંચ પર હલાવતા રહો.

સ્ટેપ- 4
હવે તેમાં કેસર, બદામ, પિસ્તા,કાજુ અને એલચી પાવડર, અડધો કપ ખાંડ ઉમેરીને 7-8 મિનિટ પકાવો. તૈયાર છે સાબુદાણાની ખીર, તમે તેને ઠંડી કે ગરમાગરમ સર્વ કરી શકો છો.