રાંધણ છઠ્ઠ આવે અને શક્કરપારાની વાત ન આવે તેવું બને નહીં. કારણે કે આ વાનગી બાળકોને બહુ ભાવે છે. આજે ગુજરાતી જાગરણ તમને ઘરે શક્કરપારા કેવી રીતે બનાવવા.
શક્કરપારા બનાવવાની સામગ્રી
- એક મોટો વાટક મેંદો,
- અડધો વાટકો દળેલી ખાંડ
- થોડું દૂધ
- થોડો રવો
- અડધો કપ ઘી
- તેલ
- પાણી
શક્કરપારા બનાવવાની રીત
- મોટા બાઉલમાં દૂધ લો. પછી તેમા દળેલી ખાંડ ઉમેરો અને મિક્સ કરો.
- ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
- પછી તેમા ઘી પાંચ ચમચી ઉમેરી મિક્સ કરો અને પછી રવો ઉમેરી મિક્સ કરો.
- પછી તેમા મેંદાનો લોટ ઉમેરો અને મિક્સ કરો.
- પાંચ ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. લોટ બાંધી લો અને બે કલાક માટે સાઈડમાં મૂકી દો.
- જો બહુ ઢીલો થઈ જાય તો થોડો મેંદો ઉમેરી દો.
- હવે લુવા બનાવી ભાખરી જેવું જાડું વણી લો. પછી ચપ્પાની મદદથી ચોરસ આકારમાં આડા-ઉભા કાપા પાડી લો.
- હવે તળવા માટે તેલ ગરમ કરી દો. તેલ ગરમ થઈ જાય પછી તેમા આ તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો. તો તૈયાર છે તમારા શક્કરપારા.