ઈડલી કે ઢોસાની મજા સાંભાર વગર અધૂરી છે. જો ફિક્કો સાંભાર હોય તો ઈડલી કે ઢોસા ખાવાની પણ મજા આવતી નથી. આજે દક્ષિણ ભારત જેવો જ ટેસ્ટી સાંભાર ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી તમને અહીં જણાવશે.
સાંભાર બનાવવાની સામગ્રી
1 કપ તુવેર દાળ
2 કપ પાણી
1 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા
1 મધ્યમ ગાજર, બારીક સમારેલ
1 સરગવાની શીંગ
1 વાટકી સમારેલી દૂધી
1/4 ચમચી હળદર પાવડર
1/4 ચમચી લાલ મરચું પાવડર
1/4 ચમચી જીરું પાવડર
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી તેલ
કોથમીર, ગાર્નિશ કરવા
સાંભાર બનાવવાની રીત
- તુવેર દાળને સારી રીતે ધોઈ, કૂકરમાં પાણી ઉમેરો અને 3-4 સીટી વગાડી બાફી લો
- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, ટામેટા, ગાજર, દુધી અને સરગવો ઉમેરો અને થોડીવાર સાતળો.
- પછી હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું અને જીરું પાવડર ઉમેરો અને થોડીવા ઉકાળો.
- સાંભારને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે તેમાં તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો.
- હવે ગેસ બંધ કરી, કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. તમે સાંભારને ઈડલી, ઢોસા કે વડા સાથે સર્વ કરી શકો છો.