ADVERTISEMENT
ADVERTISEMENT

ચોમાસામાં ઘરે જ બનાવી લો હેલ્ધી સ્નેક કોર્ન ચાટ, જાણો તેની સરળ રેસીપી

મોટા ભાગના લોકોને ચાટ ખાવાનું પસંદ હોય છે. ઉત્તર ભારતમાં અલગ-અલગ પ્રકારની ચાટ બનાવવામાં આવે છે. તેમાંથી જ એક છે કોર્ન ચાટ. આ ચાટ સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.ત્યારે આજે અમે તમને આ આર્ટિકલમાં ઘરે જ હેલ્ધી સ્નેક કોર્ન ચાટ બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જાણો.

Masala Sweet Corn Chaat Recipe in Gujarati

ચાટ બનાવવા માટેની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 900 ગ્રામ – ફ્રોઝન કોર્ન (બાફેલી મકાઈ)
  • 1 – ડુંગળી
  • 1 કપ – ટામેટાં
  • 2 ચમચી – લીલું મરચું
  • 1/2 ચમચી – મરચું પાવડર
  • 2 ચમચી – શેકેલું જીરું પાવડર
  • 1 કપ – કેપ્સીકમ (લીલું મરચું)
  • 2 – પીળા કેપ્સીકમ
  • 2 ચમચી – કોથમીર
  • 1/2 ચમચી – કાળા મરી
  • 2 ચમચી – આદુનો રસ
  • 2 ચમચી – લીંબુનો રસ
  • 1 ચમચી – કાળું મીઠું
  • જરૂર મુજબ મીઠું

ચાટ બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • હેલ્ધી સ્નેક કોર્ન ચાટ બનાવવા માટે સૌપ્રથમ ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ અને પીળા કેપ્સીકમને ઝીણા સમારીને તૈયાર કરો.
  • થઈ જાય એટલે બધી શાકભાજીને સાઈડ પર મૂકી દો.
  • એક બાઉલમાં મીઠું, કાળું મીઠું, શેકેલું જીરું પાવડર, કાળા મરી અને લાલ મરચું પાવડર મિક્સ કરીને સાઈડ પર મૂકી દો.
  • એક નોન-સ્ટીક પેન લો, તેને મધ્યમ તાપ પર મૂકીને તેલ નાખો.
  • ફ્રોઝન કોર્નના દાણા પેનમાં નાખીને લગભગ 6-7 મિનિટ માટે ફ્રાય કરો.
  • આ પછી મકાઈના દાણા ગોલ્ડન બ્રાઉન થઈ જશે.
  • આ પછી ગેસ બંધ કરી દો.
  • આ પછી સમારેલા શાકભાજી ઉમેરીને મકાઈમાં મસાલા મિક્સ અને કોથમીર નાંખો.
  • આ સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
  • આ મિશ્રણમાં લીંબુનો રસ અને આદુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • ચાટ સર્વ કરવા માટે તૈયાર છે.