ADVERTISEMENT
ADVERTISEMENT

ઉપવાસમાં બનાવો ફરાળી કઢી, નોંધી લો રેસિપી

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં અવનવી ફરાળીની વાત ન આવે તેવું બને જ નહીં. આજે ફરાળી કઢી કેવી રીતે બનાવવી તેની વાત કરીશું.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
  • ફરાળી કઢી બનાવવાની સામગ્રી
  • 2 કપ ખાટી છાશ
  • 3 ચમચી શિંગોડાંનો અથવા રાજગરાનો લોટ
  • 1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી ઘી
  • અડધી ચમચી જીરું
  • 2 નંગ આખાં લાલ મરચાં
  • 1 ચમચી કોપરું
  • મીઠું પ્રમાણસર
  • ફરાળી કઢી બનાવવાની રીત
  • તપેલીમાં ખાટી છાશ લો. પછી તેમા શિંગોડાંનો અથવા રાજગરાનો લોટ અને થોડી પાણી નાખી મિક્સ કરો.
  • પછી તેમા મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ખાંડ નાંખી ઉકળવા દો.
  • હવે એક મોટી તપેલીમાં ઘી મૂકી, તેમાં જીરું અને આખાં લાલ મરચાં ઉમેરો. પછી તેમા ઉકળેલી કઢી નાખી દો. હવે તેમા કોપરું ઉમેરો. તો તૈયાર છે તમારી ફરાળી કઢી.