ADVERTISEMENT
ADVERTISEMENT

વરસાદની સીઝનમાં ચટપટો નાસ્તો કરવો છે તો બનાવો આ સમોસા

  • મકાઈની મદદથી જલ્દી તૈયાર થશે નાસ્તો
  • મકાઈના સમોસા આપશે અલગ જ ટેસ્ટ
  • ચટણી, સોસ કે ચાની સાથે વરસાદી સીઝનમાં માણો મજા

રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ શરૂ થયો છે. આ સીઝનની સાથે જ વરસાદમાં મકાઈ ખાવાની મજા અલગ જ હોય છે. મકાઈને શેકીને ખાવાની મજા આવે છે અને સાથે જે તેની અલગ અલગ વાનગીઓ પણ બને છે. જો તમે વરસાદમાં સવારે કે સાંજે હેલ્ધી નાસ્તો કરવા ઈચ્છો છો તો તમે આ ટેસ્ટી અને હેલ્ધી ગણાતા મકાઈના સમોસા ટ્રાય કરી શકો છો.

તેને તમે ચટણી સાથે કે સમોસા સાથે કે પછી મસાલા ચા સાથે માણી શકો છો. તો જાણો સિમ્પલ સ્ટેપની રેસિપિ.

મકાઈના સમોસા

સામગ્રી

-21/2 વાડકી મેંદો

-1 વાડકી મકાઈના દાણા

-200 ગ્રામ બટાકા બાફેલા

-1 નાની ચમચી ધાણાજીરુ

-11/2 ચમચી તેલ

-1 નાની ચમચી આખા ધાણા

ADVERTISEMENT
ADVERTISEMENT

-1 નાની ચમચી શેકેલુ જીરુ

-1/2 ચમચી ગરમ મસાલો

-1/2 ચમચી લાલ મરચુ

-1/2 ચમચી આમચૂર

-મીઠું સ્વાદાનુસાર

-તેલ તળવા માટે

-થોડો ફુદીનો

ADVERTISEMENT
ADVERTISEMENT

રીત

મેદામાં એક ચમચી મોણ નાંખીને પાણીની મદદથી સમોસાનો લોટ ગૂંથી લો. હવે મકાઈના દાણાને બાફી લો. તે બફાઈ જાય એટલે તેને મસળી લો. બટાકા પણ બાફીને મસળી લો અને મકાઈની સાથે મિક્સ કરી દો. અડધી ચમચી તેલ ગરમ કરો. તેમાં આખા ધાણા અને ધાણાજીરુ નાંખો. બદામી થતા બધા મસાલા અને બટાકા અને મકાઈનું મિશ્રણ મિક્સ કરો. ઠંડુ થવા દો. મેંદાના પેડા બનાવી ગોળ વણો. 2 ભાગમાં કાપો. દરેક અડધા ભાગમાં મિશ્રણ ભરી ફોલ્ડ કરીને સમોસા તૈયાર કરી લો. હવે એક કઢાઈને ગેસ પર ગરમ કરો અને તેમાં તેલ ઉમેરો. તેલ ગરમ કરી ધીમા તાપે તળી લો. ચટણી, ચા કે સોસની સાથે સમોસાને સર્વ કરો. વરસાદી સીઝનમાં આ સમોસા તમારી ભૂખ સંતોષશે અને અલગ ટેસ્ટની સાથે મજા પડશે.