ADVERTISEMENT
ADVERTISEMENT

ઘરે જ સરળતાથી બનાવી શકો છો મેથી પાપડનું શાક, નોંધી લો સરળ રેસિપી

જો તમે રોજ-રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે મેથી પાપડના શાકની રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી જ ઘરે જ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે, જે દરેકને ખૂબ જ ગમે છે. જાણો તેની સરળ રેસિપી.

મેથી પાપડનું શાક બનાવવા માટેની સામગ્રી

  • 1 1/2 ચમચી મેથીના દાણા
  • 1 1/2 કપ કાચા પાપડ (ટુકડા કરી લો)
  • 2 1/2 ચમચી તેલ
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1/2 ચમચી ધાણા-જીરું પાવડર
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી સરસવ
  • 1 ચમચી દળેલું ગોળ
  • સ્વાદ પ્રમાણે મીઠું

સર્વ કરવા માટે
રોટલી

ADVERTISEMENT
ADVERTISEMENT

મેથી પાપડનું શાક બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌ પ્રથમ મેથીના દાણાને પૂરતા ગરમ પાણીમાં લગભગ 30 મિનિટ સુધી પલાળી રાખીને ગાળી લો.
  • જરૂરી માત્રામાં પાણી ઉમેરીને 3 સીટી સુધી પ્રેશર કુક કરી લો.
  • બાકીનું પાણી ગાળીને સાઈડ પર મૂકી દો.
  • એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરીને તેમાં હિંગ અને સરસવ ઉમેરો.
  • જ્યારે દાણા તડકા મારવા લાગે ત્યારે તેમાં 1 1/2 કપ પાણી, ધાણા-જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગોળ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.
  • તેને ધીમી આંચ પર પાણી ઉકળે ત્યાં સુધી પકાવો.
  • મેથીના દાણા અને પાપડ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  • હવે તેને ધીમા તાપે બીજી 5-7 મિનિટ સુધી રાંધી લો.
  • તૈયાર છે સ્વાદિષ્ટ મેથી પાપડનું શાક.
  • તેને રોટલી સાથે સર્વ કરો.