મેગીની નવી વેરાયટી ખાવી હોય તો ટ્રાય કરો પંજાબી તડકા મેગી, નોટ કરો આ ચટપટી રેસિપી

જ્યારે મેગી ખાવાની વાત આવે છે, ત્યારે કોઈ તેને ખાવાની ના પાડતું નથી. મેગી ભલે ઈન્ડિયન ફૂડ (Indian Food) ન હોય પરંતુ તે આપણા દરેકના ઘરમાં ફેવરિટ રેસિપી બની ગઈ છે. ખાસ કરીને બાળકો મેગીને ખૂબ જ પસંદ કરે છે. આજકાલ મેગીની ઘણી વેરાયટીઓ બજારમાં મળવા લાગી છે. દરેક વેરાયટીનો પોતાનો અલગ સ્વાદ હોય છે. અમે તમને એવી જ એક વેરાયટી પંજાબી તડકા મેગીની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.

તેને બનાવીને તમે નવી વેરાયટીનો સ્વાદ માણી શકો છો.

સામગ્રી

  • 2 પેકેટ મેગી
  • 1/4 કપ ડુંગળી સમારેલી
  • 1/4 કપ ટામેટાં સમારેલા
  • 1/4 કપ કેપ્સીકમ સમારેલા
  • 1/4 કપ લીલા વટાણા
  • 1/4 કપ ગાજર ટુકડામાં કાપેલા
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર
  • 2-3 સૂકા લાલ મરચાં
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • 1 ચમચી બટર

પંજાબી તડકા મેગી બનાવવાની રીત

  • પંજાબી તડકા મેગી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, વટાણા અને ગાજર ઉમેરો. આ શાકભાજીને સહેજ નરમ થાય ત્યાં સુધી પકાવો.
  • હવે તેમાં મેગી મસાલો, ગરમ મસાલો અને થોડું મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • જ્યારે આ મસાલો પાકી જાય ત્યારે તેમાં 2 કપ પાણી ઉમેરો. મસાલા અને પાણીને એકસાથે ઉકાળો અને તેમાં મેગી નૂડલ્સ નાખીને ઢાંકણ ઢાંકીને થોડીવાર ચઢવા દો.
  • મેગી બફાઈ જાય એટલે બીજી પેન ગરમ કરો અને તેમાં બટર નાખો.
  • બટર ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને સૂકું લાલ મરચું ઉમેરો.
  • જ્યારે તે તડતડ થવા લાગે, ત્યારે તેમાં કાશ્મીરી મરચાંનો પાવડર ઉમેરો અને બધી વસ્તુને બરાબર મિક્સ કરો, પછી તેને આંચ પરથી ઉતારી લો.
  • તમારી ગરમા-ગરમ પંજાબી તડકા મેગી સર્વ કરવા માટે તૈયાર છે.