આ રીતે બનેલા બ્રેડ પકોડા ખાધા પછી કહેશો કે શું પકાડો છે, નોંધી લો રેસિપી

બ્રેડ પકોડાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાય વરસાદી સિઝનમાં જો ગરમા ગરમ પકોડા હોય તો કહેવું જ શું. આજે ટેસ્ટી બ્રેડ પકોડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે.

  • બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી
  • બાફેલા બટેકા,
  • કાળા મરી પાઉડર,
  • ચીલી ફ્લેક્સ,
  • કોથમરી,
  • માયોનીઝ,
  • ટોમેટો કેચપ,
  • બ્રેડ,
  • ચણાનો લોટ,
  • કોર્ન ફ્લોર ,
  • આદુ-લસણની પેસ્ટ,
  • મીઠું,
  • બેકિંગ સોડા,
  • તેલ.

બ્રેડ પકોડા બનાવવાની રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરી લો.

સ્ટેપ-2
હવે તેમાં તમામ સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3
હવે બ્રેડની કિનારીઓ છરી વડે કટ કરીને બ્રેડ પર તૈયાર કરેલ મિશ્રણ લગાવીને તેની ઉપર બીજી બ્રેડ મૂકી છરી વડે બે ભાગ કરી લો.

સ્ટેપ-4
હવે એક બાઉલમાં ચણાનો લોટ,કોર્ન ફ્લોર, આદુ-લસણની પેસ્ટ, કોથમરી, મીઠું, બેકિંગ સોડા, પાણી ઉમેરીને થીક બેટર બનાવી લો.

સ્ટેપ-5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને બેટરમાં બ્રેડના ટુકડા કોટ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી લો. તૈયાર છે ક્રિસ્પી પકોડા તમે ચા સાથે સર્વ કરી શકો છો.