આ રીતે કાશ્મીરી અંદાજમાં બનાવો પનીર, સ્વાદ એવો સૌ કોઈ રેસિપી પૂછશે

 પનીરનો ભલે પોતાનો કોઈ સ્વાદ ન હોય પરંતુ તેને અલગ-અલગ મસાલાઓથી બનાવીને ખૂબ સ્વાદિષ્ટ રૂપ આપી શકાય છે. જો તમે પણ મટર પનીર અને શાહી પનીરના સ્વાદથી કંટાળી ગયા છો તો આ વખતે પનીરને કાશ્મીરી સ્ટાઈલમાં બનાવો. આનો સ્વાદ દરેક લોકોને પસંદ આવશે. તો ચાલો જાણીએ કશ્મીરી પનીર બનાવવાની રીત…

સામગ્રી

  • પનીરના ટુકડા એક કપ
  • દૂધ દોઢ કપ
  • તેલ એક ચમચો
  • જીરુ એક ચમચી
  • લવિંગ
  • હળદર પાઉડર
  • બે તેજના પાંદળા
  • ગરમ મસાલો
  • આદુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • એક ચપટી કેસર
  • એલાયચી ત્રણ
  • વરિયાળી બે ચમચી
  • મેથી એક ચમચી

કશ્મીરી પનીર બનાવવાની રીત

  • સૌથી પહેલા લવિંગ, એલાયચી, વરીયાળી, મેથીનો પાઉડર બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું અને તૈયાર કરેલો મસાલાનો પાવડર નાખો. સાથે દૂધ નાખીને ગરમ કરી લો.
  • જ્યારે દૂધમાં ઉભરો આવે ત્યારે તેમાં હળદર પાઉડર, આદુ, ગરમ મસાલો, તજના પાંદળા અને કેસર નાખો. આંચને ધીમી રાખો.
  • જ્યારે મિશ્રણ સારી રીતે ભળી જાય ત્યારે તેમાં પનીરના ટૂકડા નાખો. દૂધમાં પરપોટા થવા લાગે ત્યારે તેમાં મીઠું નાખો. ગેસને બંધ કરી દો અને ગરમ ગરમ સર્વ કરો.