વરસાદની મજા ડબલ કરી દેશે સ્પ્રિંગ રોલની આ રેસિપી, નોટ કરી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

સાંજની ચાને પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ માનવામાં આવે છે. આ દરમિયાન આપણે ગપસપ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, હસીએ છીએ અને એકબીજા સાથે ખુલીને વાત કરીએ છીએ. આ ચટપટી વાતોની સાથે જો ચાની સાથે ખાવામાં વેજ સ્પ્રિંગ રોલ મળી જોય તો મજા પડી જાય.

આ વાનગી જેટલી ટેસ્ટી હોય છે એટલી જ તે સરળતાથી બની પણ જાય છે. ચાની સાથે થોડી મિનિટોમાં તેને તૈયાર કરી શકાય છે.

આ વાનગી બાળકોની ફેવરિટ હોય છે. તમે ચા સિવાય બાળકોના ટિફિનમાં પણ તેને રાખી શકો છો, તેનાથી તેઓ ખુશ થઈ જશે. તો ચાલો જાણીએ સ્પ્રિંગ રોલ બનાવવાની સરળ રેસિપી…

સામગ્રી

  • અડધો કપ મેંદો
  • બેકિંગ પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/4 કપ દૂધ
  • તેલ
  • એક કપ બારીક સમારેલી કોબીજ
  • બારીક સમારેલી ડુંગળી
  • એક કપ બારીક સમારેલા ગાજર
  • લસણ
  • એક ચમચી સોયા સોસ
  • એક ચમચી લોટ પાણીમાં ઓગાળેલો
  • કાળા મરી
  • તળવા માટે તેલ

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત

  • સ્પ્રિંગ રોલ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદાનો લોટ અને બેકિંગ પાવડર નાખીને પાણી કે દૂધની મદદથી નરમ લોટ ગૂંથી લો. આ પછી ગૂંથેલા લોટને એક કલાક માટે ઢાંકીને રાખી દો જેથી તે બરાબર ફૂલાઈ જાય.
  • હવે સ્પ્રિંગ રોલનું સ્ટફિંગ તૈયાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં લસણ અને સમારેલી ડુંગળી નાખીને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તે ગુલાબી ન થઈ જાય.
  • હવે કોબીજ, ગાજર નાખીને બેથી ત્રણ મિનિટ સુધી બરાબર હલાવો. જ્યારે શાકભાજી સહેજ ચડવા લાગે, ત્યારે તેમાં સોયા સોસ, કાળા મરી અને મીઠું નાખીને પકાવી લો. આ પછી તેને એક પ્લેટમાં કાઢી લો. તમારું સ્પ્રિંગ રોલ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.
  • સ્પ્રિંગ રોલ બનાવવા માટે સૌથી પહેલા ગૂંથેલા લોટના નાના-નાના બોલ બનાવીને રોટલીની જેમ વણી લો. હવે એક પેનમાં આ રોટલીની બંને બાજુએ તેલ લગાવીને સોનેરી થાય ત્યાં સુધી સેંકો.
  • સેકેલી રોટલીને કટરની મદદથી ચોરસ આકારમાં કાપીને તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દો. હવે આ રોટલીને ગોળ આકારમાં ફોલ્ડ કરીને બંને કિનારીઓ પર લોટનું મિશ્રણ લગાવીને તમારી સ્પ્રિંગ રોલ શીટને સારી રીતે સીલ કરી દો.
  • એ વાતનું ધ્યાન રાખો કે તે સારી રીતે બંધ થઈ જાય જેથી કરીને તેને તળતી વખતે અંદરનું સ્ટફિંગ બહાર ન આવે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને રોલ્સને સારી રીતે તળી લો.
  • જ્યારે તે સોનેરી થવા લાગે ત્યારે તેને તેલમાંથી કાઢી લો. તમારા ગરમા ગરમ સ્વાદિષ્ટ સ્પ્રિંગ રોલ્સ તૈયાર છે. તેને ચટણી અથવા સોસની સાથે સર્વ કરો.