આ રીતે બનાવો માલપુઆ, નહીં ભાવતા હોય તે પણ ખાશે

તહેવાર અને સારા પ્રસંગમાં ઘણા ઘરોમાં માલપુઆ બનાવવામાં આવે છે. આવો જાણીએ આ માલપુઆ ઘરે કેવી રીતે બનાવવા. પાલપુઆ એક એવી વાનગી છે જેનો ટેસ્ટ બીજી વાનગીઓ કરતા અલગ હોય છે. આજે તમને 4 સ્ટેપની માલપુઆની રેસિપી જણાવશે.

  • માલપુઆ બનાવવા સામગ્રી
  • ઘઉંનો લોટ -1 કપ,
  • દૂધ- 1-2 કપ,
  • મધ- 1-2 ચમચી,
  • ઘી 1-2 કપ,
  • ખાંડ- 1-2 કપ,
  • નાળિયેર – 2 ચમચી બારેક સમારેલ,
  • એલચી પાવડર-1-2 ચમચી,
  • બારીક સમારેલ બદામ-કાજુ ગાર્નિશ માટે.

માલપુઆ બનાવવાની રીત

સ્ટેપ-1
એક વાસણમાં ઘઉંનો લોટ અને દૂધ મિક્સ કરીને એક કલાક માટે બાજુ પર રાખો.

સ્ટેપ-2
એક કલાક પછી તેમાં મધ,સમારેલ નાળિયેર, ખાંડ અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. દ્રાવણને ઘટ્ટ બનાવવા માટે તેમાં થોડું પાણી નાખો અને તેને સારી રીતે હલાવો.

સ્ટેપ-3
ધીમા તાપ પર પેન મૂકો. તેમાં ઘી નાખો અને ગરમ કરો. ગરમ ઘીમાં થોડું બેટર લો અને તેને કડાઈમાં ગોળ આકારમાં ફેલાવો.

સ્ટેપ-4
ઘી નાખ્યા પછી બંને બાજું ફેલાવો અને લાલ થાય ત્યાં સુધી સારી રીતે પકાવો. સર્વિંગ પ્લેટમાં માલપુઆ કાઢી લો અને તેને બદામ,પિસ્તા અને કિસમિસથી ગાર્નિશ કરો.