ADVERTISEMENT
ADVERTISEMENT

અચાનક ઘરે આવી ગયા છે મહેમાન, લંચ માટે ફટાફટ બનાવી લો સ્વીટ કોર્નનું શાક; જાણો તેની સરળ રેસીપી

ચોમાસાની સિઝનમાં તમે અલગ-અલગ પ્રકારના સ્વીટ કોર્ન (Sweet Corn Sabzi) ખાધા હશે. જેમ કે, મસાલેદાર કોર્ન, પિઝા-બર્ગર અથવા સેન્ડવીચમાં મિક્સ કરીને. આજકાલે તો રોલ્સ અને પાસ્તામાં સ્વીટ કોર્ન એડ કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે ઈન્ડિયન ફ્લેવર સ્વીટ કોર્ન શાકની સરળ રેસીપી.

જેને સરળતાથી ફટાફટ બનાવી શકાય છે. જાણો તેને બનાવવાની સરળ રેસીપી.

ઈન્ડિયન ફ્લેવર સ્વીટ કોર્ન શાક બનાવવા માટે ફ્રોઝન સ્વીટ કોર્નનો પણ ઉપયોગ કરી શકાય છે કારણ કે તેને રાંધવામાં સરળતા રહે છે. જો તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય તો તમે આ શાક ફટાફટ બનાવી શકો છો. જાણો તેને બનાવવાની સરળ રીત.

ADVERTISEMENT
ADVERTISEMENT
  • તૈયારીનો સમય – 15 મિનિટ
  • રસોઈનો સમય – 15 મિનિટ
  • કેટલા લોકો માટે – 4
  • કેલરી – 174

સ્વીટ કોર્ન શાક બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ સ્વીટ કોર્ન
  • 2 ડુંગળી
  • 1 કેપ્સીકમ
  • 2 ટામેટાં
  • 4 લીલા મરચા
  • 1 ચમચી લાલ મરચું
  • 1 આખું લાલ મરચું
  • અડધી ચમચી હળદર
  • અડધો કપ ક્રીમ
  • 1 ચમચી વેજીટેબલ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • એક ચપટી હીંગ
  • અડધી ચમચી બારીક સમારેલું આદુ
  • અડધી ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણે મીઠું

સ્વીટ કોર્નનું શાક બનાવવાની સરળ રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સ્વીટ કોર્નનું શાક બનાવવા માટે માર્કેટમાંથી સ્વીટ કોર્નનું પેકેટ ખરીદી લો.
  • ફ્રોઝન અને છૂટક બંને પ્રકારની મકાઈ મળી જશે.
  • તમે ઇચ્છો તો, મકાઈ ભુટ્ટામાંથી દાણા પણ અલગ કરી શકો છો.
  • તેને સારી રીતે ધોઈને સાફ કરી લો.
  • આ પછી ડુંગળી, ટામેટાં, લીલા મરચા અને આદુ લો.
  • તમામને મોટા ટુકડામાં કાપીને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો.
  • મિક્સરમાં ફ્રેશ ક્રીમ પણ નાખો.
  • હવે ગેસ પર એક પેન અથવા કઢાઈ મૂકો.
  • તેમાં તેલ ઉમેરીને ગરમ કરો.
  • ગરમ તેલમાં એક ચપટી હીંગ, અડધી ચમચી જીરું અને આખું મરચું નાખીને શેકો.
  • ત્યારબાદ શાકભાજીનો પેસ્ટ ઉમેરીને પકાવો.
  • હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને પકાવો.
  • તેમાં થોડું પાણી ઉમેરો.
  • તમે ઈચ્છો તો તેમાં બારીક સમારેલા કેપ્સીકમ અને ગાજરના ટુકડા પણ ઉમેરી શકો છો.
  • હવે તેમાં સ્વીટ કોર્ન ઉમેરીને પાકવા દો.
  • ગ્રેવીમાં વેજીટેબલ મસાલો અને કસૂર મેથી ઉમેરીને શાકને ઢાંકીને પકાવો.
  • રાંધ્યા પછી તેમાં બારીક સમારેલી કોથમીર નાખીને મિક્સ કરો.
  • તૈયાર છે સ્વીટ કોર્નનું શાક.