ADVERTISEMENT
ADVERTISEMENT

સવારના નાસ્તામાં તૈયાર કરો પનીર કોર્ન સેન્ડવિચ, શરીર રહેશે હેલ્ધી

સવારનો નાસ્તો હેલ્ધી અને હેવી હોવો જોઈએ. જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે અને દિવસભર એનર્જી રહે. આવી સ્થિતિમાં પ્રોટીનથી ભરપૂર પનીર કોર્નર સેન્ડવિચ ખાવી બેસ્ટ ઓપ્શન છે. પ્રોટીનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. તેનાથી વધુ સારી રીતે શારીરિક વિકાસ થવામાં મદદ મળે છે.

બાળકોથી લઈને મોટાઓ દરેક વ્યક્તિ તેને ખાઈ શકે છે. તો ચાલો જાણીએ પ્રોટીનયુક્ત પનીર કોર્નર સેન્ડવિચ બનાવવાની રીત…

ADVERTISEMENT
ADVERTISEMENT

પનીર કોર્ન સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી

  • બ્રેડની 2 સ્લાઈસ
  • 100 ગ્રામ પનીર
  • 1 કપ મકાઈ
  • 2 ચમચી મેયોનીઝ
  • 2 ચમચી શેઝવાન ચટણી
  • 2 ચમચી બટર
  • 1/2 ચમચી ઓરેગાનો
  • 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચપટી કાળા મરીનો પાવડર
  • ડુંગળી
  • ચીઝ
  • ટામેટા
  • કાકડીના ટુકડા

બનાવવાની રીત
પનીર કોર્ન સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા 100 ગ્રામ પનીર લો અને તેને સારી રીતે મેશ કરી લો, હવે પનીરને એકબાજુ રાખી દો. ગેસ ચાલુ કરો અને મકાઈને બાફી લો.

ADVERTISEMENT
ADVERTISEMENT
  • જ્યાં સુધી મકાઈ બફાઈ રહી છે, ત્યાં સુધી ડુંગળી, ટામેટા અને કાકડીને સ્વચ્છ પાણીમાં ધોઈ લો અને આ શાકભાજીને ખૂબ જ બારીક સમારી લો. જ્યારે મકાઈ બફાઈ જાય ત્યારે તેને ગાળીને ઠંડા પાણીમાં રાખો.
  • હવે સમારેલા તમામ શાકભાજી અને મકાઈને મેશ કરેલા પનીરમાં મિક્સ કરો. આ મિશ્રણમાં અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. તમારો પનીર મસાલો તૈયાર છે.
  • હવે 2 બ્રેડ લો અને બ્રેડની એક સ્લાઈસ પર 2 ચમચી મેયોનીઝ અને એક બ્રેડ પર શેઝવાન ચટણી લગાવો. ત્યારબાદ એક બ્રેડ પર ચીઝ કોર્નનું મિશ્રણ મૂકો અને ઉપર એક ચપટી કાળા મરીનો પાવડર, 1/2 ચમચી ઓરેગાનો અને 1/2 ચમચી ચિલી ફ્લેક્સ ઉમેરો.
  • ઉપરથી ચીઝ પણ નાખો. હવે બ્રેડની બીજી સ્લાઈસને ઉપર મૂકો. હવે સેન્ડવિચને ગ્રીલ અથવા ટોસ્ટ કરો જ્યાં સુધી કે બ્રેડ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થઈ જાય. હવે ગરમાગરમ પનીર કોર્ન સેન્ડવિચ સર્વ કરો.