બાળક બાક રોટલી ખાવાની ના પાડશે પરંતુ તેને કહેશો કે આજે પાસ્તા છે તો બધાની પહેલા જમવા બેસી જશે. આજે મસાલા પાસ્તા ઘરે કેવી રીતે બનાવવા તે તમને જણાવશે. અહીં જણાવેલા સ્ટેપ ફોલો કરી તમે પણ રેસ્ટોરાં જેવા પાસ્તા બનાવી શકો છો.
પાસ્તા બનાવવાની સામગ્રી:
- 250 ગ્રામ પાસ્તા
- 2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા
- 1 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
- 2 લસણ, બારીક સમારેલું
- 1 ચમચી તેલ
- 5 ચમચી ટમેટાની પ્યુરી
- 1 લાલ મરચુ પાવડર
- સ્વાદ અનુસાર મીઠું અને મરી
- 1/2 કપ છીણેલું મોઝેરેલા ચીઝ
- કોથમરી
પાસ્તા બનાવવાની રીત
- પહેલા એક મોટી તપેલીમાં પાણી લો અને તેમા થોડું મીઠું ઉમેરી ઉકાળો. પછી તેમા પાસ્તા ઉમેરો અને પાસ્તાને સારી રીતે બાફી લો.
- પછી પાસ્તાને પાણીમાંથી બહાર કાઢી લો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. પછી તેમા ડુંગળી, લસણ, આદુ, ટામેટા ઉમેરી સાતળો. તમે તમારી પસંદગીના શાકભાજી અહીં ઉમેરી શકો છો.
બધી વસ્તુને મિક્સરજારમાં પીસી એક વાટકામા કાઢી લો. - ફરી કઢાઈમાં તેલ લો પછી તેમા પીસેલા ટામેડા, ડુંગળી વગેરે ઉમેરો. હવે તેમા પાસ્તા ઉમેરી મિક્સ કરો. પછી તેમા ટામેટાની પ્યુરી, મીઠું, ચીઝ, મરી, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- હવે ગેસ બંધ કરી તેના પર કોથમરી ઉમેરી દો. તૈયાર છે તમારા ટેસ્ટી પાસ્તા.