રવાના મોદક રેસીપી: ગણેશ ચતુર્થીના દિવસના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે આપણે ગણપતિને પ્રિય મોદક એ પણ રવાના મોદક ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. તો ચાલો બનાવીએ રવાના મોદક કે રવાના લાડું.
રવાના મોદક બનાવવાની સામગ્રી
- ઘી
- રવો
- ટોપરું
- ખાંડ
- એલચી પાવડર
- દૂધ
રવાના મોદક બનાવવાની રીત
- એક કઢાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ મૂકો. પછી તેમા એક કપ રવો ઉમેરી 10 મિનિટ શેકો.
- પછી તેમા ટોપરાનો ભૂકો 4 ચમચી ઉમેરો. બે મિનિટ શેકો.
- પછી આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો. પછી તેમા પોણો કપ દળેલી ખાંડ ઉમેરો.
- હવે તેમા અડધી ચમચી એલચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.
- પછી તેમા એક ચમચી ઘી અને ત્રણ ચમચી દૂધ ઉમેરો. બધુ બરાબર મિક્સ કરી લો.
- આ તમામ મિશ્રણ લાડુ બને તેવું થયું ગયું હશે જો ન થયું હોય તો જરૂર મુજબ દૂધ ઉમેરો.
- તમારી પાસે મોદક બનાવવા માટેનો મોલ્ડ હો યો તો તેમા આ મિશ્રણ ભરી સરસ મોદક બનાવી લો. જો મોલ્ડ ન હોય તો હથેળીની મદદથી લાડુ પણ બનાવી શકો છો.