રાજકોટવાળા ગોરધનભાઈની ચટણી બનાવો ઘરે, નોંધી લો 4 સ્ટેપની રેસિપી

લીલી ચટણીનું નામ આવે એટલે રાજકોટવાળા ગોરધનભાઈનું નામ પહેલા આવે. રાજકોટની પ્રખ્યાત ચટણી કોઈ હોય તો તે ગોરધનભાઈની લીલી ચટણી છે. ગોરધનભાઈની લીલી ચટણીનો ટેસ્ટ એકવાર જે ચાખી જાય તે તેઓના વખાણ કરતા થાકતા નથી. આજે તમને એ જણાવશે કે ગોરધનભાઈની લીલી ચટણી (Rajkot famous Gordhanbhai Green Chutney) ઘરે કેવી રીતે બનાવી.

નોંધી લો તેના સ્ટેપ.

ગોરધનભાઈની લીલી ચટણી બનાવવાની સામગ્રી

  • 1 નાની વાટકી સીંગદાણા,
  • 7-8 તીખા લીલા મરચા,
  • 1 લીંબુનો રસ અથવા લીંબુના ફૂલ જરૂર મુજબ,
  • 1/2 ચમચી હળદર,
  • 1/2 ચમચી હીંગ,
  • જરૂર મુજબ મીઠું.

ગોરધનભાઈની લીલી ચટણી બનાવવાની રીત

સ્ટેપ- 1
સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને સાફ કરી તેને સમારી લો.

સ્ટેપ- 2
સીંગદાણા અને મરચાને મિક્સરમાં નાખીને પીસી લો.

સ્ટેપ- 3
હવે તેમાં લીંબુના ફૂલ,હળદર, મીઠું વગેરે સમાગ્રી નાખી મિક્સ કરી લો.

સ્ટેપ- 4
હવે જરૂર મુજબ પાણી નાખી ક્રશ કરી લો. તમારી લીલી ચટણી તૈયાર છે, આ ચટણી વેફર, ચેવડો, સેન્ડવીચ અને ફરસાણ સાથે સર્વ કરો.