ADVERTISEMENT
ADVERTISEMENT

ઘરમાં કોઈ શાક નથી તો માણો રાજસ્થાની ચટાકો, પડશે મજા

  • ટેસ્ટ અને હેલ્થ બંને સચવાશે
  • બેસન ગટ્ટાનું શાક પરિવારને ભાવશે
  • રોટલી અને ભાત સાથે આ શાક આપશે ખાસ ટેસ્ટ

રાજસ્થાની ગટ્ટાની સબ્જી તો કદાચ તમે ખાધી જ હશે. જો ના ચાખી હોય તો તેના વિશે સાંભળ્યું તો જરૂરથી હશે. આમ તો એ રાજસ્થાની ગટ્ટા અને આપણા ગુજરાતી મૂઠિયામાં વધારે અંતર નથી. તેને બનાવવામાં થોડો ફરક છે. ઘરમાં કોઈ શાક ન હોય તો હવે આજે ઘરે જ બનાવી લો બેસન ગટ્ટાનું શાક.

જાણો કેવી રીતે બનશે ગટ્ટા

બસ ફરક માત્ર એટલો જ છે કે, આપણે મૂઠિયાને થાળીમાં મૂકીને બાફી છીએ અને રાજસ્થાની ગટ્ટા બેસનમાંથી બને છે અને તેને સીધા જ ગરમ પાણીમાં નાખીને જ બાફવામાં આવે છે. બાફ્યા બાદ જે પાણી વધે છે તેનો ઉપયોગ શાકમાં જ ગ્રેવી બનાવવા માટે કરાય છે.તો જાણો કેવી રીતે બનાવશો આ ટેસ્ટી શાક.

બેસન ગટ્ટા

સામગ્રી

-દોઢસો ગ્રામ ચણાનો લોટ

-બે ચમચી લાલ મરચું

-બે ચમચી ધાણાજીરું

-અડધી ચમચી હળદર

-ચાર મોટા ચમચા તેલ

ADVERTISEMENT
ADVERTISEMENT

-દોઢસો ગ્રામ દહીં

-ચપટી હિંગ

-અડધી ચમચી જીરૂં

-એક ચમચી ગરમ મસાલો

-એક ચમચી આંબોળીયાનો પાવડર

-મીઠું સ્વાદ અનુસાર

ADVERTISEMENT
ADVERTISEMENT

બનાવવાની રીત

સૌપ્રથમ ચણાના લોટમાં જરૂર પ્રમાણે મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ દઈ લોટ બાંધવો. તેમાંથી લાંબા વાટા બનાવી આ વાટાને ગરમ પાણીમાં બાફી લેવા. તે તરત જ બફાઈ જશે. હવે એક વાસણમાં તેલ ગરમ મૂકી, તેમાં હિંગ-જીરાનો વઘાર કરવો. તેમાં બાફેલા વાટાના નાના-નાના ટુકડા કરીને નાખવાં. ધાણાજીરૂં, ગરમ મસાલો, કોથમીર અને આંબોળીયાનો ભૂકો ઉમેરી લેવો. તેમાં મસાલાવાળું દહીં ઉમેરવું. એક ઉભરો લેવો. શાક તૈયાર થઈ જશે. આ શાકને તમે પરોઠા સાથે કે ભાત સાથે પણ પીરસી શકો છો. આ શાક ઝડપથી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટ અને હેલ્થ માટે સારું રહે છે.