જમવામાં રાઈતા મરચાં હોય તો રોટલી વધારે ખવાઈ જતી હોય છે. ઘણા લોકોને આ પ્રકારના મરચા બહુ ભાવતા હોય છે. આજે તમને જણાવશે કે રાઈતા મરચાં કેવી રીતે બનાવવા.
રાઇતા મરચાં બનાવવાની સામગ્રી
- લીલા મરચાં,
- હળદર,
- મીઠું,
- રાયના કુરિયા,
- એક લીંબના ચાર ટુકડા
- તેલ,
- લીંબુનો રસ.
રાઇતા મરચાં બનાવવાની રીત
- તમામ મરચાને પાણીથી સરસ ધોઈને લો, પછી તેને સાફ કરી લો.
- હવે વચ્ચેથી મરચાંને ચીરીને તેના બે ભાગ કરી તેમાંથી બીજ કાઢી લો.
- હવે એક મોટી કાથરોટમાં મરચાં લો તેમાં હળદર, મીઠું બરાબર મિક્સ કરી દો. હવે તેમા રાઈના કુરિયા ઉમેરી મિક્સ કરો.
- પછી તેમા લીંબુનો રસ અને તેલ ઉમેરો. પછી લીંબુના કટકા ઉમેરી બધુ બરાબર મિક્સ કરો. તૈયાર છે તમારા રાઈતા મરચાં.