- મકાઈ અને વટાણાનો સૂપ બનશે ફટાફટ
- સૂપ પીવાથી ભૂખ પણ વધારે લાગશે
- પાચનને સારું રાખવામાં મદદ કરશે સૂપ
સૂપની મજા અલગ જ હોય છે. શાકભાજીના સૂપ પેટ ભરવાની સાથે શરીરને પૂરતું પાણી, વિટામીન અને ફાઇબર્સ આપે છે. બાળકોને માટે શાક ન ખાવાના નાટકમાં આ સૂપ ફાયદારૂપ બને છે. તો જાણો કેવી રીતે બનાવશો વટાણા-મકાઈનો ખાસ સૂપ.
વટાણા અને મકાઇનો સૂપ
સામગ્રી
– બે કપ લીલાં વટાણા
– અડધો કપ ઝીણાં સુધારેલી ડુંગળી
– વાટેલું લસણ સ્વાદ અનુસાર
– એક ચમચી ઘઉંનો લોટ
– મીઠું
– લાલ મરચું
– એક કપ મકાઇના દાણા (બાફીને ક્રશ કરેલા)
બનાવવાની રીત
સૌ પહેલા વટાણા, ડુંગળી, લસણ, લોટ, મીઠું અને એક કપ પાણી નાંખીને તેને કૂકરમાં બાફી લો. બે સીટી વગાડી લો. હવે તેને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં ક્રશ કરેલા મકાઈ, લાલ મરચું, મરી અને એક કપ પાણી મિક્સ કરીને તેને ફરી ઉકાળો. ગરમાગરમ સૂપ પીરસો. તેનો સ્વાદ બાળકોથી લઈને મોટેરાંઓને પણ આવશે પસંદ.
(નોંધ- તમે ઇચ્છો તો તેમાં તમારી પસંદના શાક બાફીને નાના ટુકડા કરીને ઉમેરી શકો છો. જેમકે બીન્સ, ગાજર વગેરે. )
સૂપનો ઉપયોગ વધારશે ભૂખ
સાંજના સમયે સૂપનો ઉપયોગ કરવામાં આવે તો તે હેલ્થ માટે સારું રહે છે. તેનાથી ભૂખ વધે છે. આ સિવાય તે પાચનમાં સારો રહે છે. વધારે વજનવાળી વ્યક્તિઓ સાંજના ભોજનમાં સૂપ પીએ છે તો તેનાથી તેમનું વજન ઉતરી શકે છે. તો આજે તમારી રસોઈમાં કરો ટ્રાય.