ભારતના સ્વર્ગ સમાન ગણાતા કાશ્મીરની આ વાનગીઓ છે લાજવાબ

  • કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે
  • સોલોથી લઈને કપલ્સ સુધી દરેક અહીં મુલાકાત લેવા આવે છે
  • કાશ્મીર તેની ખાણીપીણી માટે પણ પ્રખ્યાત છે

કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. વિદેશી હોય કે સ્થાનિક દરેક અહીં દૂર-દૂરથી ફરવા આવે છે. જે લોકો થોડું એડવેન્ચર કરવાનું પસંદ કરે છે તેઓ કાશ્મીરથી જ લેહ-લદ્દાખ જાય છે.

કાશ્મીરની સુંદરતાના ઘણા લોકો દિવાના છે. સોલોથી લઈને કપલ્સ સુધી દરેક અહીં મુલાકાત લેવા આવે છે.

કાશ્મીરમાં છે વાનગીઓનો ભરમાર

પરંતુ કાશ્મીર તેની સુંદર ખીણો માટે જ નહીં પરંતુ તેના ખાણીપીણી માટે પણ પ્રખ્યાત છે. અહીં વેજથી નોનવેજ સુધીની વાનગીઓની ભરમાર છે. કાશ્મીરી ફૂડ ખાવાથી તમારું પેટ ભલે ભરાય પણ તમારું મન ક્યારેય નહીં ભરાય. જો તમે અહીંયા ફરવા જવાનું વિચારી રહ્યા છો અથવા તો કાશ્મીરી ફૂડ ચૂકશો નહીં. કારણ કે વિદેશીઓ પણ તેના માટે પાગલ છે. તો ચાલો જાણીએ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ કાશ્મીરી ફૂડ વિશે.

કાશ્મીરી રાજમા

રાજમાને આમ તો પંજાબમાં ખૂબ જ ચાઉંથી ખાવામાં આવે છે, પરંતુ કાશ્મીરી રાજમા કંઈક અલગ છે. મોટા શેફ પણ તેની રેસીપી વખાણ કરતા ક્યારેય થાકતા નથી. જમ્મુ અને કાશ્મીરમાં રાજમાને તવા પરાઠા, પુરી, લચ્ચા પરાઠા અને ભાત સાથે ખાવામાં આવે છે. મસાલાઓથી ભરપૂર આ વાનગીની સુગંધ એકવાર તમે સુંઘી લો તો તમે તેને ખાધા વગર રહી શકશો નહીં.

રોગન જોશ

રોગન જોશ કાશ્મીરની સૌથી પ્રખ્યાત વાનગીઓમાંની એક છે. કાશ્મીરમાં મોટાભાગના લોકો નોન-વેજીટેરિયન છે. આ વાનગીમાં વિવિધ મસાલા, દહીં અને ડુંગળી સાથે પકાવીને બનાવવામાં આવે છે. તેનું ટેક્સ્ચર અને સુગંધ અદ્ભુત હોય છે.

દમ આલૂ

લગ્નના ફંક્શનમાં મોટાભાગે દમ આલૂનો સ્ટોલ રાખવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ વાનગી કાશ્મીરની ભેટ છે. આમાં બટાકાને દહીં, આદુની પેસ્ટ, વરિયાળી અને ગરમ મસાલા સાથે સારી રીતે પકાવવામાં આવે છે. જેને કાશ્મીરી લોકો ગરમ નાન સાથે ખાય છે.

ગોશ્ત-બા

નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે આ નોન-વેજ ડિશ છે. તેને કાશ્મીરની પરંપરાગત વાનગી પણ કહેવામાં આવે છે. રાજાઓ અને બાદશાહોના સમયથી અહીં તેને પસંદ કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગોશ્ત-બાની ગણતરી કાશ્મીરની શાહી વાનગીઓમાં થાય છે. મટનને બારીક પીસીને નાના બોલ બનાવવામાં આવે છે. આ પછી તેને ગ્રેવીમાં મિક્સ કરીને દહીં તૈયાર કરવામાં આવે છે.