સેવ ટામેટાનું શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. તેને પરાઠા અને રોટલી સાથે ખાવાની મજા આવે છે. ઢાબા સ્ટાઈલ ટેસ્ટી અને તીખું તમતમતું ટામેટાનું શાક ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી તમને અહીં જણાવશે.
સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી
- 6 ટામેટા
- 3 લીલા મરચાં
- મીઠું
- તેલ
- સેવ
- લાલ મરચુ પાવડર
- હીંગ
- હળદર
- કોથમરી
- ધાણાજીરું
- ગરમ મસાલો
સેવ ટામેટાનું શાક બનાવવાની રીત
- કઢાઈમાં 6 ચમચી તેલ લો. પછી તેમા રાઈ, જીરું, સમારેલું લીલા મરચા, હીંગ, હળદર ઉમેરો. પછી સમારેલા 4 ટામેટાને ઉમેરો, પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો અને ઢાકીને 4 મિનિટ પાકવા દો.
- પછી 2 ટામેટાની પ્યુરી બનાવી છે તે ઉમેરી મિક્સ કરો. પછી ઢાકીને 4 મિનિટ ફરી પાકવા દો.
- હવે તેમા 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ઘાણાજીરું ઉમેરો અને મિક્સ કરો.
- ફરી થોડીવાર પાકવા દો.
તેલ છૂટું પડે પછી તેમા સેવ, સમારેલી કોથમરી અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. સેવ ઉમર્યા બાદ થોડું પાણી પણ ઉમેરો. પછી ઢાકીને 2 મિનિટ પાકવા દો. પછી ગેસ બંધ કરી તેના ઉપર કોથમરી ઉમેરી દો. તૈયાર છે તમારું સેવ ટામેટાનું શાક.