આજે ટ્રાય કરો અલગ જ રાયતું, નોંધી લો ફુદીનાના રાયતાની રેસિપી

રાયતાના શોખીનો માટે આજે લઈને આવ્યું છે ફુદીનાનું રાયતું. સરળ રીતે ઘરે બનાવવાની રીત નોધી લો.

  • ફુદીનાનું રાયતું બનાવવાની સામગ્રી
  • દહીં,
  • ફુદીનાના પાન,
  • કોથમરી,
  • ખાંડ,
  • મીઠું,
  • સંચળ,
  • શેકેલા જીરા પાઉડર,
  • ડુંગળી.

ફુદીનાનું રાયતું બનાવવાની રેસિપી

સ્ટેપ-1
સૌ પ્રથમ એક બોઉલમાં જારમાં ફુદીનાના પાન,કોથમરી ધોઈને સમારી લો.

સ્ટેપ-2
હવે એક મિક્સર જારમાં ફુદીનાના પાન,કોથમરી,ખાંડ,મીઠું,દહીં ઉમેરીને પીસીને પ્યુરી બનાવી લો.

સ્ટેપ-3
હવે તેમાં શેકેલા જીરાનો પાઉડર અને એક ચપટી સંચળ નાખીને ચમચી વડે મિક્સ કરી લો.

સ્ટેપ-4
હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે ફુદીનાનું રાયતું તમે સર્વ કરો.