ઢાબા સ્ટાઈલ પનીર મસાલા આવી રીતે બનાવશો તો સૌ કોઈ આંગળા ચાટતા રહી જશે, પૂછશે રેસિપી

દરરોજ સાંજ પડેને જમવામાં શું બનાવવું તે દરેક ઘરમાં કોમન પ્રશ્ન હોય છે. દરેક ઘરમાં દરેક સભ્યોને અલગ-અલગ ડીશ પસંદ હોય છે, માટે કોઈ એક ડીશ પર બધા સહમત થાય તેવું ભાગ્યે જ બને છે. તમારા આ પ્રશ્ન માટે આજની રેસીપી જ જવાબ છે. દરેકને પસંદ પડે તેવું ટેસ્ટી પંજાબી પનીર મસાલાનું શાક આજે સાંજે જ ટ્રાય કરો. જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને તે ઝડપથી તૈયાર પણ થઈ જાય છે.

આજે અમે આ લેખના માધ્યમથી તમને પંજાબી પનીર મસાલાનું શાક બનાવવાની સરળ રેસીપી જણાવીશું…

સામગ્રી

  • 300 ગ્રામ પનીર ક્યુબ્સ
  • 3 બારીક સમારેલી ડુંગળી
  • 2 ટામેટાની પ્યુરી
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 2 લીલા સમારેલા મરચા
  • 1/2 ચમચી ચણાનો લોટ
  • 4-5 લવિંગ
  • 2 તજ
  • 4-5 ઈલાયચી
  • 2 તજ પત્તા
  • 1 ચમચી જીરું
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1-1.5 ચમચી ધાણા જીરા પાવડર
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • 1.5 ચમચી કસુરી મેથી
  • મીઠું
  • પાણી
  • ઘી

બનાવવાની રીત

  • એક કઢાઈમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં જીરું, તમાલપત્ર, ઈલાયચી, તજ, લવિંગ અને સમારેલા લીલા મરચાં ઉમેરો, તેને બરાબર હલાવો.
  • ઝીણા સમારેલી ડુંગળી ઉમેરો અને તે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો.
  • તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર શેકી લો અને તેને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરો.
  • આદુ-લસણની પેસ્ટ, ટામેટાની પ્યુરી ઉમેરીને બરાબર પકાવો.
  • હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, કિચન કિંગ મસાલો અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો.
  • જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવી તૈયાર કરો. આ પનીર મસાલા રેસિપી થોડી જાડી હોય છે, તેથી થોડું પાણી ઉમેરો. ગ્રેવીને ઉકળવા દો.
  • પનીરના ક્યુબ્સ ઉમેરો અને બરાબર હલાવો.
  • કસુરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ઢાબા સ્ટાઈલ પનીર મસાલા તૈયાર છે, તેને ડુંગળી, લીંબુ અને ગરમ પરાઠા સાથે સર્વ કરો.