ઢોકળા તો બધાને ભાવતા હોય છે. અલગ અલગ સ્ટાઈલમાં ઘણી રીતે ઢોકળા બનતા હોય છે. આજે મકાઈના ઢોકળા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
- મકાઈના ઢોકળા બનાવવાની સામગ્રી
- એક વાટકો રવો
- અડધો વાટકો દહીં.
- લીલી મકાઈ
- મીઠું
- તેલ
- લસણ
- આદુ
- કોથમરી
- મકાઈના ઢોકળા બનાવવાની રીત
- એક તપેલીમાં રવો લો.
- તેમા ખાટું દહીં ઉમેરો. બન્નેને બરાબર મિક્સ કરો. તેમા એક કપ પાણી ઉમેરો. પછી તેને ઢાંકી 10 મિનિટ માટે મૂકી દો.
- હવે એક મિક્સર જારમાં મકાઈના દાણા, આદુનો ટૂકડો, લીલું મરચું, પાંચ લસણની કળી ઉમેરી તેને કરકરી પીસી લો.
- આ પેસ્ટ બેટરમાં ઉમેરો પછી તેમા કાચા માકાઈના અડધો વાટકો દાણા પણ ઉમેરો.
સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી દો. - પછી તેમા હળદર, તેલ, લીંબોનો રસ અને પાણી ઉમેરી મિક્સ કરો. સમારેલી કોથમરી મિક્સ કરી દો.
- ઢોકળીયામાં પાણી મૂકી ગેસ પર મૂકો પછી ઢોકળાની પ્લેટ પર તેલ લગાવી, બેટર તેના પર પાથરો. ઉપર લાલ મરચું પાવડર ઉમેરી દો.
- પછી 15 મિનિટ આ બેટરને બાફો. પછી પ્લેટ ઠંડી થવા દો.
- પછી વધાર માટે કઢાઈમાં તેલ લો, તેમા રાઈ, જીરું, હીંગ, સફેદ તલ ઉમેરો. પછી તેને ઢોકળાની પ્લેટ પર રેડો. અને ચપ્પાની મદદથી ઢોકળા પાડી દો. તો તૈયાર છે મકાઈના ઢોકળા.