રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા પાસ્તા બનાવવા આ રેસિપી ટ્રાય કરી જુઓ, બાળકોની સાથે-સાથે મોટાને પણ ભાવશે

 બાળકોને જો નાસ્તામાં પાસ્તા મળી જાય તો તેઓ ખુશ-ખુશ થઈ જાય છે. ઈટાલિયન ફૂડ પાસ્તા જોત જોતામાં ભારતીય ખોરાકનો એક ભાગ બની ગયા છે. સ્ટ્રીટ ફૂડ હોય કે રેસ્ટોરન્ટ્સ, તમને સરળતાથી પાસ્તા મળી જશે. પાસ્તા ઘણી રીતે બનાવવામાં આવે છે અને તેની એક વેરાયટી મસાલા પાસ્તા પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મસાલા પાસ્તાને તમે નાસ્તામાં બનાવી શકો છો.

પાસ્તાનો સ્વાદ જ દરેકની પસંદ બને છે.

મસાલા પાસ્તા બનાવવા વધારે મુશ્કેલ નથી અને આ ડિશ થોડી મિનિટોમાં જ બનીને તૈયાર થઈ જાય છે, આ જ કારણ છે કે તે નાસ્તા માટે એક પરફેક્ટ રેસીપી બની જાય છે. તમે પણ જો નાસ્તામાં પાસ્તા બનાવવા માંગો છો, તો અમારી જણાવેલી રેસીપી તમારી ઘણી મદદ કરી શકે છે.

પાસ્તા બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ પાસ્તા
  • 50 ગ્રામ ડુંગળી
  • 20 ગ્રામ તુલસી
  • મીઠું જરૂર મુજબ
  • 5 ચેરી ટમેટાં
  • 1 કપ ટામેટા કેચપ
  • 20 ગ્રામ લસણ
  • 20 ગ્રામ અજવાઈન
  • જરૂરિયાત મુજબ વાટેલા કાળા મરી
  • 30 મિલી ઓલિવ ઓઈલ

પાસ્તા બનાવવાની રીત

  • પાસ્તા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં પાણી ઉકાળો. તેમાં 1/2 ચમચી મીઠું નાખીને પાસ્તાને 10-12 મિનિટ સુધી બાફી લો.
  • જ્યારે પાસ્તા બફાઈ જાય, ત્યારે વધારાનું બધું પાણી કાઢીને પાસ્તામાં ઠંડુ પાણી ઉમેરો અને તેને સ્ટ્રેનરમાં નાખીને અલગ રાખી દો.
  • આ પછી એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં સમારેલી ડુંગળી, લસણ અને અજવાઈન નાખીને બધી સામગ્રીને એક મિનિટ સુધી ફ્રાય કરો.
  • આ પછી પેનમાં ટામેટા સોસ, અડધા કાપેલા ટામેટાંની સાથે તાજા તુલસીના પાન, મીઠું અને કાળા મરીનો પાવડર નાખીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.
  • આ પછી પેનમાં બાફેલા પાસ્તા નાખીને સારી રીતે મિક્સ કરો અને વધુ બે મિનિટ પકાવો.
  • હવે ગેસની ફ્લેમ બંધ કરી દો. તૈયાર છે તમારા ટેસ્ટી પાસ્તા. ઉપર છીણેલું ચીઝ ઉમેરીને સર્વ કરો.