ઔષધીય ગુણોથી ભરપૂર કંટોલા (Kantola) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કંટોલાને કંટોળા કે કંકોડા (Kankoda) પણ કહેવામાં આવે છે. ત્યારે આજે અમે તમને કંટોલાનું સ્વાદિષ્ટ શાક બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે.
કંટોલાનું શાક Recipe card
- તૈયારીનો સમય – 10 મિનિટ
- રસોઈનો સમય – 25 મિનિટ
- કેટલા લોકો માટે – 3
- કેલરી – 68
કંટોલાનું શાક બનાવવા માટેની સામગ્રી
- 1/2 કિગ્રા – કંટોલા/કંટોળા/કંકોડા
- 1 – ઝીણી સમારેલી ડુંગળી
- 1 ચમચી – લાલ મરચું પાવડર
- 2 ચમચી – ધાણા પાવડર
- 1/2 ચમચી – હળદર પાવડર
- 1/2 ચમચી – સરસવના દાણા
- 1 ચમચી – આદુ-લસણની પેસ્ટ
- 1 ચમચી જીરું
- 2 ચપટી હીંગ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ
કંટોલાનું શાક બનાવવાની રીત
- સૌથી પહેલા કંટોલા/કંટોળા/કંકોડા લઈને તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.
- તેને ટુકડાઓમાં કાપી લો.
- હવે એક પેન લઈને તેને ધીમી આંચ પર ગેસ પર મૂકો.
- તેમાં તેલ ઉમેરીને ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં સરસવ અને જીરું ઉમેરો.
- જ્યારે સરસવ અને જીરું તડતડ થવા લાગે ત્યારે તેમાં આદુ-લસણનો પેસ્ટ નાખીને થોડી સેકેન્ડ માટે હલાવો.
- હવે તેમાં હળદર, ધાણા પાવડર, મરચું પાવડર, 2 ચપટી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખીને કડછો વડે હલાવો.
- લગભગ એક મિનિટ માટે તેને હલાવીને ફ્રાય કરો.
- હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરીને તેને થવા દો.
- તેને લગભગ 2 મિનિટ માટે ફ્રાય કરો.
- જ્યારે ડુંગળીનો રંગ ગોલ્ડન થવા લાગે ત્યારે તેમાં સમારેલા કંટોલા ઉમેરીને કડછોની મદદથી બરાબર મિક્સ કરી લો.
- ધ્યાન રાખો કે, બધો મસાલો અને કંટોલા બરાબર મિક્સ થઈ જાય.
- હવે શાકને 2 થી 3 મિનિટ સુધી હલાવતા જ રાંધો.
- ત્યારબાદ પેનને ઢાંકીને લગભગ 15 મિનિટ સુધી ચડવા દો.
- આ દરમિયાન ગેસની આંચ ધીમી રાખો.
- શાકને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી તે તવાની નીચે ચોંટી ન જાય.
- તૈયાર છે સ્વાદિષ્ટ કંટોલાનું શાક.
- તેને રોટલી, પરાઠા સાથે ખાઈ શકાય છે.